Cricketer Rishabh Pant News: ભારતના દિગ્ગજ ક્રિકેટરઋષભ પંત શુક્રવારે સવારે દિલ્હી-દેહરાદુન પર દુર્ઘટનાનો શિકાર થઇ ગયા હતા. માર્ગ પર ડિવાઇડરથી ગાડી ટકરાયા બાદ ક્રિકેટરને ગંભીર ઇજા પહોંચી હતી. ત્યાર બાદ ગાડી સળગી ગઇ હતી. પંતે જણાવ્યું કે, ઝોલુ આવી જવાના કારણે ગાડી પરથી નિયંત્રણ ગુમાવ્યું અને દુર્ઘટના થઇ ગઇ. જો કે ગત્ત દિવસોમાં ગાડીને ઓવરસ્પીડથી ચલાવવાના કારણે આ ક્રિકેટરને ઉત્તર પ્રદેશમાં એક નહી પરંતુ બે બે ટ્રાફીક મેમો પણ ફટકારવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
પોલીસના ટ્રાફીક વિભાગ દ્વારા 2 મેમો હજી પણ બાકી
ઉત્તરપ્રદેશ પોલીસના ટ્રાફીક વિભાગ દ્વારા ઋષભ પંતને રકમ જમા કરાવવા માટે નોટિસ પણ ફટકારવામાં આવી હતી. નોટિસના અનુસાર 22 ડિસેમ્બરે રાત્રે 11.30 વાગ્યે પંતની મર્સિડિઝે ટ્રાફીક નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. ઓવર સ્પીડમાં દોડતી ગાડી પોલીસ કેમેરામાં કેદ થઇ ગઇ હતી. જે મુદ્દે મોટર વ્હીકલ એક્ટ હેઠલ પંતને 2000 રૂપિયાનિ નોટિસ ફટકારી હતી.
ગાડીના ઓવરસ્પીડિંગના કારણે બે વાર થયો હતો દંડ
બીજો મેમો 25 ડિસેમ્બરે સાંજે 5 વાગ્યે ક્રિકેટરે આ ગાડીએ ફરીથી નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. ફરી એકવાર કારના માલિકને 2 હજાર રૂપિયાની નોટિસ ફટકારવામાં આવી હતી. યુપી સરકારના પરિવહન ડિપાર્ટમેન્ટ અનુસાર હાલ બંન્ને ચલણના પૈસા હજી સુધી ભરવામાં નથી આવ્યા. એટલે કે 4 હજાર રૂપિયાના મેમો ભરવાના બાકી છે.
ADVERTISEMENT