સુરત: કોરોનાની મહામારીના કારણે બે વર્ષ બાદ રાજ્યભરમાં ગણેશોત્સવને લઈને અલગ અલગ મંડળો દ્વારા મોટા આયોજનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે સુરતના દાળિયા શેરીમાં શહેરના સૌથી શ્રીમંત ગણપતિને (Daliya Sheri Ganesh) ખાસ શણગાર કરવામાં આવ્યો છે. જેમાં ગણેશજીને 12 લાખ રૂપિયાના સોના-ચાંદીથી મઢેલા હીરાના દાગીનાનો ખાસ શણગાર કરવામાં આવ્યો છે. આ પંડાલમાં સુરક્ષા માટે 10થી 15 જેટલા સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ગણપતિ દાદાને પહેરાવાયા રૂ.12 લાખના દાગીના
સુરતની દાળિયા શેરીમાં મહીધરપુરાના મંડળ દ્વારા આ આયોજન કરવામાં આવ્યો છે. 50 વર્ષથી દાળિયા શેરીમાં ગણેશ મહોત્સવનું આયોજન કરાય છે. ત્યારે આ વર્ષે ગોલ્ડન જ્યુબીલી વર્ષ નિમિત્તે ભવ્ય મંડપમાં ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે. જેમાં રૂ.12 લાખના દાગીના ગણપતિને પહેરાવાયા છે. જેમા મુગટ, બાજુબંધ, હાથ અને પગમાં કવર તેમજ કેડે કંદોરો અને નવલખા હાર છે.
મંડપમાં ગણેશજીની 108 ચાંદીની પ્રતિમા
સાથે જ મંડપમાં 108 ગણેશજીની ચાંદીની પ્રતિમા એક દાતા દ્વારા દાનમાં આપવામાં આવી છે. આ ઉપરાંત 1,50,000 લાખ ડાયમંડથી બનેલી પાન આકારની મૂર્તિ અને 7 કિલો ચાંદીના મુષક રાજ પણ વિશેષ આકર્ષણ જમાવી રહ્યા છે.
ADVERTISEMENT