ગાંધીનગર : શહેરમાં આત્મહત્યાનો વધારે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મુળ કલોલ પાસે આવેલા પલીયડ ગામના વતની એક્સ-આર્મીમેન રાકેશ પરમાર સરગાસણમાં રહે છે. રાકેશભાઇએ અગમ્ય કારણોથી કેનાલમાં ઝંપ લાવીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. જો કે આત્મહત્યા કરતા પહેલા તેઓએ સતત 1 કલાક સુધી કોઇની સાથે વાદ કરી હતી.
ADVERTISEMENT
જાસપુર કેનાલમાં તરતો મૃતદેહ મળી આવ્યો હતો
ગત તારીખ 16 ડિસેમ્બરના રોજ જાસપુર કેનાલમાં તરતો મૃતદેહ મળી આવ્યો હતો. જેને જોતા માલુમ પડ્યું હતું કે, સરગાસણ પાસે શ્યામસૃષ્ટિ એપાર્ટમેન્ટમાં રહેતા એક્સ-આર્મીમેન રાકેશ પરમારનો છે. રાકેશ પરમાર પોતે આર્મીમાં ફરજ બજાવીને અંદાજિત 6થી 7 વર્ષ પહેલા જ નિવૃત હતા. રાકેશ પરમારનું મૂળ વતન કલોલ પાસે આવેલું પલીયડ ગામ છે. રાકેશના પરિવારમાં પત્ની ભાવનાબેન તેમજ બાળકોમાં 2 દીકરીઓ જેમાં મોટી દીકરી આસ્થા 12 સાયન્સમાં અભ્યાસ કરે છે. નાની દીકરી દિશા જે 7માં ધોરણમાં અભ્યાસ કરે છે. સરગાસણ ખાતે રહેતા એક્સ આર્મીમેન રાકેશ પરમાર 7-8 મહિના અગાઉ જ સરગાસણ પાસે મકાન ભાડે લીધું હતું.
આત્મહત્યા પાછળનું કારણ હજી સુધી જાણી શકાયું નથી
આત્મહત્યા પાછળનું કારણ જાણી શકાયું નથી. ઘરેથી નિકળ્યા પછી બાઈક અડાલજની હદમાં કેનાલના કાંઠે પડ્યું હતું. અહીંથી ડેડ બોડી પણ નિકળી હતી, એટલે સુસાઈડ પણ અહીંથીજ કર્યું હશે. જો કે સુસાઇડ નોટ મળી નથી જેથી તે અંગે કોઇ માહિતી નથી. જો કે પોલીસ કોલ ડિટેઇલ અને સીસીટીવી સહિતના મુદ્દે તપાસ કરી રહી છે.
ADVERTISEMENT