અમદાવાદ: ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષની શક્તિસિંહ ગોહિલને કમાન આપતા જ આમ આદમી પાર્ટીના નેતા વશરામ સાગઠીયા તેમની પદયાત્રામાં પહોંચ્યા હતા અને ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. ત્યારે બીજી તરફ બીજે જ દિવસે આમ આદમી પાર્ટીએ વશરામ સાગઠીયાને તમામ હોદ્દાઓ પરથી દ્વારા સાગઠીયાને દૂર કરવાની જાહેરાત કરવામાં આવી છે. બીજી તરફ આ મામલે વશરામ સાગઠિયાએ ખુલાસો કર્યો છે કે મેં ગત 18મી જૂને આપના ઉપપ્રમુખ પદ અને સભ્ય પદ પરથી રાજીનામું આપ્યું છે.
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટીએ 5 બેઠકો મેળવી અને વિધાનસભામાં પ્રવેશ કર્યો હવે લોકસભાની ચૂંટણી માટે તૈયારી કરી રહ્યું છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ વશરામ સાગઠીયા શક્તિસિંહ ગોહિલની પદયાત્રામાં હાજર રહ્યા હતા. ત્યારે બીજી તરફ તેમણે 18 જૂનના રોજ જ આમાં આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીને વોટ્સએપ પર રાજીનામું ધરી દીધું હતું. ત્યારે આમ આદમી પાર્ટીએ ગઈકાલે ફરજમુક્ત કરવાનો ઢોંગ કર્યો હોય તેમ લાગી રહ્યું છે.
જાણો શું લખ્યો હતો મેસેજ
વશરામ સાગઠિયાએ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીને મેસેજ કરી અને રાજીનામું ધરી દીધું હતું. મેસેજમાં લખ્યું હતું કે, આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ તરીકે તેમજ પ્રાથમિક સભ્ય તરીકે હું મારુ રાજીનામું આપણે મોકલું છું જે સ્વીકારી યોગ્ય કરવા વિનંતી.
શેર કર્યો સ્ક્રીનશૉટ
વશરામ સાગઠિયાએ કહ્યું કે મે રાજીનામાં બાદ કોલ પણ કર્યા હતા. ત્યારે રાજીનામું આપ્યા બાદ ફરજમુક્ત કરવામાં આવ્યો છે. જોકે આ સમગ્ર મેસેજ અને કોલનો સ્ક્રીન શૉટ વોટ્સએપ પર શેર કર્યો છે.
વીડિયો થયો હતો વાયરલ
શક્તિસિંહ ગોહિળે રવિવારે ગાંધી આશ્રમથી રાજીવ ગાંધી ભવન સુધી પદયાત્રા યોજી હતી. આ દરમિયાન વશરામ સાગઠિયાનો એક વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં AAP નેતા વશરામ સાગઠિયાની સાથે કોંગ્રેસના કોર્પોરેટર મકબુલ દાઉદાણી દેખાયા હતા. વીડિયોમાં વશરામ સાગઠિયા પોતાને કેમેરાથી છુપાવતા હોય તેમ દેખાઈ રહ્યું હતું. અગાઉ રાજકોટમાં વોર્ડ નં. 15માં કોંગ્રેસમાંથી ચૂંટાઈને બે કોર્પોરેટરો વશરામ સાગઠિયા અને કોમલ બારઈ AAPમાં જોડાયા હતા. બંને આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તરીકે કામ કરી રહ્યા છે.
ઇન્દ્રનીલ સાથે છોડ્યું હતું કોંગ્રેસ
ગત વિધાનસભા ચૂંટણી પહેલા ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને વશરામ સાગઠીયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડી AAPમાં જોડાયા હતા. જો કે, ઇન્દ્રનીલ રાજ્યગુરુએ વિધાનસભાની ચૂંટણી પહેલા ઘરવાપસી કરી હતી. પરંતુ સાગઠિયા હજુ પણ AAP માં જ હતા. ત્યારે આમ આદમી પાર્ટીએ આજે તેમણે ફરજમુક્ત કર્યા છે.
આજે જોડાઈ શકે છે કોંગ્રેસમાં
આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ વશરામ સાગઠિયા આજે શક્તિસિંહ ગોહિલની હાજરીમાં કોંગ્રેસમાં ઘરવાપસી કરી શકે છે. બીજી તરફ તેમની સાથે કોર્પોરેટર કોમલ ભારાઈ પણ કોંગ્રેસમાં જોડાઈ શકે છે.
ADVERTISEMENT