સુરત : જિલ્લાના કડોદરા ખાતે આજે રવિવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જાહેર સભા સંબોધીત કરી હતી. આ કાર્યક્રમને પગલે સુરત જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. 2 હજારથી વધુ આગેવાનો તેમજ કાર્યકરો ઉપરાંત મોટા પ્રમાણમાં હાજર રહેલી જનમેદનીને કેજરીવાલે સંબોધિત કરી હતી.
ADVERTISEMENT
મારો જન્માષ્ટમીના દિવસે જન્મ થયો છે અસુરોનો નાશ કરવા મને મોકલાયો છે
કડોદરા ખાતે જનમેદનીને સંબોધતા કેજરીવાલે કહ્યું કે, સરકાર બન્યા બાદ સૌથી પહેલાં ભ્રષ્ટાચારનો ખાતમો કરાશે. ગુજરાતના 1 ધારાસભ્ય પાસે 5 વીઘા જમીન હતી. ચૂંટણી જીત્યા બાદ તેણે 1 હજાર વીઘા જમીન ખરીદી લીધી. દર વર્ષે ગુજરાત સરકાર 2.50 લાખ કરોડ ટેક્સ વસુલે છે. જો કે આ પૈસા કોણ જાદુગર લઇ જાય છે કોઇને ખબર નથી. ભાજપ સરકારે ગુજરાતના તમામ પૈસાઓ લૂંટી લીધા છે. ગુજરાતને ભ્રષ્ટચાર મુક્ત સરકાર આપવા માટે અમે આવ્યા છીએ. જેટલા પૈસા ભાજપે લૂંટ્યા છે એ તમામ પરત લાવીશું. આપના કોઈ પણ ધારાસભ્ય કે મંત્રી ભ્રષ્ટાચાર કરશે તો ન માત્ર તેનું રાજીનામું લેવાશે પરંતુ જેલ ભેગા કરાશે. પંજાબના હેલ્થ મિનિસ્ટ તેનું ઉદાહરણ છે.
સરકારી અધિકારીઓ તમારા ઘરે આવીને તમારા કામ કરી જશે
દિલ્હીમાં તમામ સરકારી કચેરી બંધ કરી દીધી છે, ગુજરાતમાં પણ સરકારી કચેરીઓ બંધ કરી દઇશું. અધિકારીઓ કોઈ ભ્રષ્ટાચાર નહીં કરી શકે. અધિકારીઓ તમારા ઘરે આવીને તમારા કામ કરી જશે. મારા વિરોધમાં પોસ્ટરો લગાવ્યા છે અને મારી તસ્વીરની બાજુમાં ભગવાનના વિરોધમાં એલફેલ લખ્યું છે. પુરાતનકાળમાં રાક્ષસો આવું કૃત્ય કરતા હતા. હવે જે લોકો આવું કરી રહ્યા છે તો આ લોકોને તમે શું કહેશો ? આ લોકો રાક્ષસની યોનિમાં પેદા થયા છે, કંસની ઓલાદ છે. મારો જન્મ જન્માષ્ટમીનાં દિવસે થયો હતો અને ભગવાને મને રાક્ષસોનો વિનાશ કરવા જન્મ આપ્યો છે.
ADVERTISEMENT