અમદાવાદઃ આરટીઓને પસંદગીના નંબર ખરીદનારાઓ પાસેથી અઢળક ઈન્કમ તો થતી જ હોય છે, પણ જ્યારે આવા નંબર ખરીદનાર વ્યક્તિઓને પરેશાનીનો ભોગ બનવું પડે છે ત્યારે આરટીઓને પણ કેવા અનુભવ થાય છે તે અહીં જોવા જેવું છે. અમદાવાદના એક વકીલ ભુપેન્દ્ર ચાવડા આરટીઓ અમદાવાદને હાઈકોર્ટ સુધી ખેંચી ગયા છે, કારણ કે તેમણે પોતાની લક્ઝરીયસ સેડાન કાર માટે 0111 નંબર હરાજીની બોલીમાં 1 લાખ સુધીની બોલી જીતી નાણાં ચુકવ્યા હતા છતાં 1 વર્ષ થયું પણ તેમને નંબર ફાવવામાં આવ્યો ન્હોતો.
ADVERTISEMENT
ગુજરાત ATS લોરેન્સ બિશ્નોઈ પાસે જાણવા માગે છે આવી વિગતોઃ આતંકી સંગઠન અને ડ્રગ્સમાં થઈ
કેવી રીતે પહોંચ્યો મામલો કોર્ટ સુધી
પ્રાપ્ત વિગતો અનુસાર ભૂપેન્દ્ર ચાવડા નામના આ વ્યક્તિએ પસંદગીનો નંબર ગત વર્ષના એપ્રિલ મહિનામાં ખરીદ્યો હતો. તેમણે પોતાની કાર માટે ગત વર્ષના એપ્રિલમાં નંબરની હરાજીની બોલીમાં 1.03 લાખની બોલી સાથે નંબર પોતાના ફાળે કરી લીધો હતો. તે વખતે 40 હજાર જમા કરાવ્યા હતા અને બાદમાં સફળ બિડર જાહેર થતા તેમણે બાકીના 63000 પણ ચુકવી દીધા હતા. ભુપેન્દ્ર ચાવડાના વકીલ ધવલ કંસારાનું કહેવું છે કે, ભૂપેન્દ્ર ચાવડાએ આરટીઓના કોલની રાહ જોઈ કે ક્યારે તેમને નંબર અંગે કોઈ કોલ આવે પરંતુ આવું કશું થયું નહીં, ઉપરથી તેઓ વારંવાર પુછતા રહ્યા કે નંબરને લઈને શું આગળની કાર્યવાહી છે પરંતુ બોલી લગાવનારાઓએ વાંધો ઉઠાવ્યો હોવાનું કહીને હરાજી રદ્દ કરવામાં આવી છે તેવું કહેવામાં આવ્યું. પોતાને નંબર નહીં ફાળવવાને લઈને હરાજી રદ્દ કરવાના નિર્ણય સામે તેઓ હવે હાઈકોર્ટના દ્વારે ગયા છે.
1 વર્ષથી રજીસ્ટ્રેશન નહીં થતા પોલીસ કર્મીઓ નંબર પ્લેટ રજીસ્ટ્રેશનની આ કારમાં દંડ કરે અને 50 લાખની કાર 1 વર્ષ સુધી ગેરેજમાં મુકી રાખવા તો ખરીદી ન્હોતી તેવી દલીલો વચ્ચે આ કેસમાં હવે આગામી સુનાવણી 2 મેએ થશે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT