ગાંધીનગરઃ મે મહિનામા ગુજરાતમાં 19 અંગદાન થયા જેણે 58 લોકોને નવજીવન બક્ષ્યું અને તે સાથે જ ગુજરાતના ઈતિહાસમાં ઓર્ગન ડોનેશનમાં સૌથી મોટું અંદાન થયું હતું. ગુજરાતે અને ગુજરાતના લોકોએ ખાસ કરીને એ લોકો કે જેમણે પોતાના સ્વજનના અંગોનું દાન કરી આ સદકાર્યમાં પોતાનો ભાગ ભજવ્યો તે તેમામ માટે આ દિવસ એક ખુશીના સમાચાર લઈને આવ્યો છે. ઉલ્લેખનીય છે કે તેમણે પોતાનું સ્વજન ગુમાવ્યું તેનું ખરેખર તેમને દુઃખ હશે જ પરંતુ જ્યારે પણ કોઈને તેના કારણે નવી જીંદગી મળ્યાનું જાણવા મળે છે ત્યારે અંદરથી એક અલગ જ ખુશીનો અહેસાસ થાય છે.
ADVERTISEMENT
કેવી રીતે ઘૂસી ગઈ વડોદરા પોલીસની FSL વાન દૂકાનમાં જુઓ CCTV
કયા અંગોનું મળ્યું કેટલું દાન?
ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, ગુજરાત સ્થાપના દિવસના મહિનામાં અંગદાન ક્ષેત્રે ગુજરાતે ઐતિહાસિક સિધ્ધી હાંસલ કરી છે. ગુજરાતમાં આ મે મહિનામાં કુલ 19 અંગદાન થયા છે જેમાંથી મળેલા 58 અંગોનું સફળતાપુર્વક જરૂરિયાતમંદ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. કોઇપણ એક મહિનામાં રાજ્યભરમાં થયેલા આ અંગદાનની પ્રવૃતિ ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધુ છે. એક મહિનામાં મળેલા 58 અંગોમાં કિડની- 34, લીવર– 18, હ્રદય– 3, ફેફસાની અને હાથની એક-એક જોડ તથા નાના આંતરડાનો સમાવેશ થાય છે.
(ઈનપુટઃ બ્રિજેશ દોશી.ગાંધીનગર)
ADVERTISEMENT