અમદાવાદઃ આપણે ત્યાં ઘણા બાબા-ભુવાઓને લોકોએ એવા માથે બેસાડ્યા હોય કે એ લોકો પોતાને સર્વોપરી સમજવા લાગે, જ્યારે સિક્કાની બીજી બાજુ જ કાંઈક જુદી હોય. આવો જ એક ભૂવો એક યુવતીની હત્યા અને બાદમાં તેની લાશને સળગાવી દે છે અને વર્ષ સુધી કોઈને ગંધ આવવા દેતો નથી. જોકે કાયદાના હાથ એટલા પણ ટુંકા નથી પડ્યા કે આવા ગુનાઓમાં આરોપીઓ સરળતાથી સરકી જાય તેવું તે લોકો ભુલી ગયા હોય છે. પોલીસે આખરે આ મામલામાં સચોટ દિશામાં સફળતા મેળવી છે અને સૂરજ સહિતના આરોપીઓને પકડી પાડ્યા છે. હવે પોલીસ સૂરજ ભુવા સહિતના આરોપીઓ પાસે આ ઘટનાને તેમણે કેવી રીતે અંજામ આપ્યો તે બધુ જ સ્થળ પર લઈ જઈને જાણવાનો પ્રયત્ન કરી રહી છે. ઈન્વેસ્ટિગેશનની ટર્મમાં જેને રિકન્સ્ટ્રક્શન કહે છે.
ADVERTISEMENT
અગાઉ પણ થયું હતું આવું…
જુનાગઢની એક યુવતીની સાયલા પાસે હત્યા કરવાના મામલામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સૂરજ ભુવા અને તેના સગરિતોની ધરપકડ કરી છે. સોશ્યલ મીડિયામાં આ સૂરજ ભુવાના અનેકો ફોલોઅર્સ છે. થોડા દિવસ પહેલા જુનાગઢની એક યુવતી ઝેરી દવા પીને પોલીસ મથકે આવી હતી તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેવામાં આવી હતી. આ યુવતીએ આરોપ મુક્યો હતો કે સૂરજ સોલંકી ઉર્ફે સૂરજ ભુવાએ દસ મહિના સુધી તેના પર દૂષ્કર્મ કર્યું હતું. જોકે ભુવાએ બહુ ચાલાકીથી તેણી તેને બદનામ કરવા માગતી હોવાનું સોશ્યલ મીડિયા પર કહ્યું હતું.
અદાણીની આ કંપનીનું નામ બદલાઈ શકે છે, જાણો શું હશે નવું નામ?
કોની કોની સામે છે આરોપ?
ભુવાઓ બાબાઓ પરની અંધશ્રદ્ધા અંગે લોકો પોતાની વિવેક બુદ્ધી જ જાણે નેવે મુકી ગયા હોય તેવી ઘટનાઓ ઘણી બની ચુકી છે. અમદાવાદના પાલડી વિસ્તારની યુવતી ગુમ થઈ જાય છે અને તે અંગે પોલીસને ફરિયાદ કરવામાં આવે છે. એક વર્ષ પછી ખબર પડે છે કે આ યુવતીને સૂરજ ભુવા અને તેના સાગરિતોએ પતાવી દઈને સળગાવી નાખી છે. માતાજીના નામના આડે આ શખ્સ કેવા કેવા કૂકર્મો કરતો હતો તે જગજાહેર થયા છતા ફોલોઅર્સ આંખે પાટા બાંધી તેના ચરણોમાં પડી રહેલા પણ જોવા મળ્યા છે. પોલીસે આ યુવતીના મામલામાં સૂરજ સોલંકી ઉર્ફે ભુવાજી, ગુંજન જોશી, મુકેશ સોલંકી, યુવરાજ સોલંકી, સંજય સોહેલિયા, જુગલ શાહ, મિત શાહ અને મોના શાહની ધરપકડ કરી છે.
શું બન્યું હતું?
અમદાવાદની યુવતીના ગુમ થયાની ફરિયાદ પછી પોલીસ તપાસ કરી રહી હતી. દરમિયાન અલગ અલગ ટીમ બનાવી પોલીસે છેલ્લા 15 દિવસથી રીતસર ઝુંબેશ હાથ ધરી હતી. આ તપાસમાં પોલીસે આખરે ભેદ ઉકેલી નાખ્યો હતો. પોલીસની તપાસમાં સામે આવ્યું કે, આ યુવતી અને સૂરજ વચ્ચે પ્રેમ સંબંધ હતો. જોકે સૂરજ પરિણીત હોઈ તેના લગ્ન જીવનને આ પ્રેમ સંબંધ પરેશાન કરનારો હતો. જેથી તેણે પોતાના મિત્રો સાથે તેનો કાંટો કાઢી નાખવાનું કાવતરું ઘડી નાખ્યું. ગત વર્ષ 2022માં 19મી જુને તે આ યુવતીને લઈ પોતાના ઉપરોક્ત સાગરિતો સાથે ચોટીલા આવી ભોજન લીધું જે પછી સૂરજના મૂળ ગામ વાટાવચ્છ તેને લઈ જવાઈ હતી. જ્યાં કારમાં મીત નામના શખ્સે દુપટ્ટાથી તેને ટૂંપો આપીને તેની હત્યા કરી નાખી હતી. લાશ એક મોટો પુરાવો બની શકતી હોઈ આરોપીઓએ તેને અવાવરુ જગ્યાએ લઈ જઈ સળગાવી નાખી હતી. અગાઉ આ જ યુવતીએ સૂરજ પર દૂષ્કર્મની ફરિયાદ પણ કરી હતી.
બીજી બાજુ ધારા ગુમ થઈ હોય તેવું બતાવવા સૂરજના મિત્ર મીતની માતાને પણ આરોપીઓએ ધારાના કપડા પહેરાવી અમદાવાદના પાલડીમાં આમ તેમ ફેરવી હતી. પોલીસને ગેર માર્ગે દોરવા આવું બધું કરાયું હતું જેથી સીસીટીવીમાં પોલીસ કાંઈક બીજું જ ચિત્ર જોઈ શકે. જોકે પોલીસ એમ કાંઈ થાપ ખાય તેમ ન્હોતી. પોલીસે બધું જ બહાર કઢાવી લીધું અને આખરે હવે પોલીસ તેને સ્થળ પર લઈ જઈ પુછી રહી છે કે બતાવ તે છોકરીની કેવી રીતે હત્યા કરી હતી. મતલબ કે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવી રહી છે.
(ઈનપુટઃ ગોપી ઘાંઘર, અમદાવાદ)
ADVERTISEMENT