શક્તિસિંહ રાજપુત/અંબાજી : 25 ઓકટોબરે સુર્યગ્રહણના પગલે અંબાજી મંદીર બંધ અને 8 નવેમ્બરે ચંદ્રગ્રહણને પગલે દર્શન સમય બદલાયો છે. શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી ખાતે આગામી દિવસોમાં દિવાળી અને બેસતા વર્ષનો પર્વ આવતો હોઈ અંબાજી મંદિરના દર્શન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 25 ઓક્ટોબરના રોજ સૂર્યગ્રહણ હોઈ સવારે 4 વાગ્યે મંગળા આરતી કરવામાં આવશે, અને ત્યારબાદ રાત્રે 9:30 કલાકે આરતી કરાશે.
બેસતા વર્ષના દિવસે 26 ઓકટોબરે સવારે 6 વાગ્યે મંગળા આરતી કરવામાં આવશે. ત્યારબાદ 27 થી 29 ઓકટોબરના દિવસે સવારે 6:30 વાગે મંગળા આરતી કરવામાં આવશે. અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી અખબારી યાદી મીડિયાને આપવામાં આવી. 25 ઓક્ટોબરના રોજ સૂર્ય ગ્રહણના પગલે અંબાજી મંદિર માં વેદ લાગતો હોઈ દર્શન સમયમાં ફેરફાર કરાયો છે,જ્યારે 8 નવેમ્બરના રોજ દેવ દિવાળીના દિવસે ચંદ્રગ્રહણ હોઈ દર્શન સમયમાં પણ ફેરફાર કરાયો છે.
ADVERTISEMENT
25/10/22 દર્શન સમય :-
સવારે મંગળા આરતી – 4 થી 4:30
દર્શન બંદ – સવારે 4:30 થી રાત્રીના 9 સુઘી
રાત્રે આરતી – 9:30 કલાકે
26/10/22 દર્શન સમય
સવારે મંગળા આરતી – 6 થી 6:30
સવારે દર્શન – 6:30 થી 11:30
રાજભોગ બપોરે – 12 વાગે
બપોરે દર્શન – 12:30 થી 4:15
સાંજે આરતી – 6:30 થી 7
સાંજે દર્શન – 7 થી 9
27 થી 29 ઓક્ટોમ્બર સમય
સવારે મંગળા આરતી – 6:30 થી 7
સવારે દર્શન – 7 થી 11:30
રાજભોગ બપોરે – 12 વાગે
બપોરે દર્શન – 12:30 થી 4:15
સાંજે આરતી – 6:30 થી 7
સાંજે દર્શન – 7 થી 9
2/11/22 અન્નકુટ :-
બપોરે 12 કલાકે આરતી
:- 8/11/22 દેવ દિવાળી ચંદ્ર ગ્રહણ :-
મંગળા આરતી – 4 થી 4:30
સવારે દર્શન- 4:30 થી 6:30
દર્શન બંદ – સવારે 6:30 થી રાત્રીના 9 સુધી
રાત્રે આરતી – 9:30 કલાકે
ADVERTISEMENT