ભાજપ સામે મેદાનમાં ઉતર્યા રવિન્દ્રસિંહ જાડેજાના બહેન નયનાબા, કહ્યું- અમે BJP વિરુદ્ધ કરાવીશું મતદાન

Parshottam Rupala Controversy: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા (Parshottam Rupala)ના નિવેદન બાદ હજુ પણ ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.

Parshottam Rupala Controversy

'નારી અસ્મિતાની લડાઈ લડવા ક્ષત્રિયો મક્કમ'

follow google news

Parshottam Rupala Controversy: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા (Parshottam Rupala)ના નિવેદન બાદ હજુ પણ ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજપૂતોનું પરસોત્તમ રૂપાલા સામેનું આંદોલન હવે ભાજપ તરફ વળી ગયું છે. ક્ષત્રિય સમાજે ભાજપ સામે આંદોલન પાર્ટ - 2 જાહેર કર્યા બાદ 'ઓપરેશન ભાજપ'ની રણનીતિ ઘડી કાઢી છે. જેના ભાગરૂપે ક્ષત્રિય સમાજે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ધર્મરથ કાઢીને અન્ય સમાજના લોકોને પણ જોડીની ભાજપ વિરુદ્ધ મતદાન કરાવવાની તૈયારીઓ કરી લીધી છે. 

રાજકોટથી ધર્મરથનું કરાયું પ્રસ્થાન

ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ સામે શરૂ કરાયેલા રાજ્ય વ્યાપી આંદોલનના ભાગરૂપે રાજ્યમાં કુલ 7 ધર્મરથ કાઢવાની ક્ષત્રિય સમાજે જાહેરાત કરી હતી. જેમાં આજે રાજકોટના પેલેસ રોડ પર આવેલા આશાપુરા માતાજીના મંદિર ખાતેથી ક્ષત્રિય સમાજ દ્વારા ધર્મરથને પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો. આ તકે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનો અને મહિલાઓ હાજર રહી હતી. આ દરમિયાન ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)ના બહેન નયનાબા જાડેજા પણ હાજર રહ્યા હતા.

 

આ પણ વાંચોઃ LRD-PSI ભરતી: ઉમેદવારોના સવાલના ભરતી બોર્ડે આપ્યા જવાબ, અહીં મળશે તમામ મૂંઝવણનું વન-સ્ટોપ સોલ્યુશન

 

નયનાબા જાડેજાએ ભાજપ પર કર્યા પ્રહાર 

આ તકે તેઓએ ભારતીય જનતા પાર્ટી સામે આકરા પ્રહારો કર્યા હતા. નયનાબા જાડેજાએ જણાવ્યું હતું કે, ધર્મરથ સમાજના લોકોને સાથે લઈને ચાલશે, જે તાલુકાઓમાં, ગામડાઓમાં દરેક જગ્યાએ ધર્મ રથ ફરશે અને ભાજપે અમારી સાથે જે અન્યાય કર્યો છે તે લોકો સુધી પહોંચાડશે. 

આ પણ વાંચોઃ કિરીટ પટેલે બળતામાં ઘી હોમ્યું! વિવાદિત નિવેદન બાદ કરણી સેનાના આગેવાનનું ભાજપનું ટેન્શન વધારતું એલાન

 

ભાજપ વિરુદ્ધ કરીશું મતદાનઃ નયનાબા જાડેજા

તેઓએ જણાવ્યું કે, અમે અન્ય સમાજના લોકોને સાથે જોડીશું અને ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું અને કરાવીશું. આ ધર્મ રથ રાજકોટથી વાંકનેર થઈને મોરબી પહોંચશે. ત્યારબાદ મોરબીથી કચ્છ માં આશાપુરાના ચરણોમાં વંદન કરશે. સમગ્ર ગુજરાતમાં ધર્મ રથ ફરશે. 

ઈનપુટઃ રોનક મજીઠિયા, રાજકોટ
 

    follow whatsapp