સુરત : શહેરના ભટાર વિસ્તારમાં શ્રીરામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 35 ફૂટના રાવણના દહનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાત રાજ્યના ગૃહરાજ્યમંત્રી ખાસ હાજર રહ્યા હતા. હર્ષ સંઘવીની હાજરીમાં રામલીલા ભજવાઇ હતી અને ત્યાર બાદ રાવણ દહન પણ કરાયું હતું. જેમાં મોટા પ્રમાણમાં લોકો ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું કે, ડ્રગ્સ વિરુદ્ધની લડાઇમાં ભગવાન શ્રીરામને પ્રાર્થના કરીશ કે ગુજરાત પોલીસને પ્રભુ શક્તિ આપે અને ડ્રગ્સ અને નશા રૂપી રાવણનો નાશ ગુજરાત પોલીસ કરી શકે.
ADVERTISEMENT
સુરતના ભટાર વિસ્તારમાં ભવ્ય રાવણ દહનનો કાર્યક્રમ
સુરતના ભટાર વિસ્તારમાં આવેલી સરકારી શાળામાં રાવરણ દહનનો કાર્યક્રમ આયોજીત થયો હતો. જેમા ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપરાંત અનેક ગણમાન્ય નાગરિકો હાજર રહ્યા હતા. કોરોના બાદ આ વખતે નવરાત્રીની રોનક કંઇક અલગ જ છે. તેવામાં રાવણ દહનની ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. રાવણનું પુતળું પણ વિશાળ 35 ફુટનુ બનાવવામાં આવ્યું હતું. અત્રે નોંધનીય છે કે, 20 કરતા પણ વધારે વર્ષોથી અહીં રાવણદહનનો કાર્યક્રમ કરવામાં આવે છે.
ગુજરાત પોલીસ માટે હર્ષ સંઘવીએ કરી ખાસ પ્રાર્થના
આ અંગે ગૃહમંત્રી હર્ષ સંઘીએ જણાવ્યું કે, સત્ય પરેશાન હોય છે પરંતુ પરાજિત નહી તેનું ઉદાહરણ છે વિજયા દશમી. સમગ્ર દેશમાં આ ઉત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. હું અહીં ભાગ લેતો રહૂ છું. આજે સમગ્ર વિશ્વમાં ડ્રગ્સનું દુષણ પરેશાની બની ચુક્યું છે ત્યારે ગુજરાત પોલીસને એવી હિંમત આપે કે જેથી ગુજરાત આ દુષણથી બચેલું રહે.
ADVERTISEMENT