અમદાવાદઃ આજે અમદાવાદમાં 146મી રથયાત્રા સાથે ભગવાન જગન્નાથ નગરચર્યા પર નિકળવાના છે. જેને લઈને આજે પરંપરાગત રીતે પહિંદ વિધિ બાદ રથ આગળ વધશે અને રથયાત્રા શરૂ થશે. અહીં ઢોલ નગારાનો નાદ છે. ભજનો ગવાઈ રહ્યા છે, લોકો હાથ જોડી ભગવાનના દર્શનની એક ક્ષણની રાહ જોઈ રહ્યા છે. આજે વહેલી સવારે દેશના ગૃહ મંત્રી અમિત શાહે મંગળા આરતીનો લાભ લીધો હતો. લગભગ છેલ્લા ઘણા વર્ષોથી અમિત શાહ દ્વારા મંગળા આરતી કરવામાં આવી રહી છે. આ પછી ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા પહિંદ વિધિ કરવામાં આવ્યા જે પછી રથયના પૈડા નગર ચર્યાના રૂટ પર ફરવા લાગ્યા.
ADVERTISEMENT
અમદાવાદમાં નગરચર્યાએ નીકળેલા ભગવાન જગન્નાથના દર્શન કરવા ભારે મેદની ઉમટી છે ત્યારે. આજે અમી છાંટણા કરીને મેઘરાજાએ રથયાત્રાનો વધાવો કર્યો હતો.આપ પણ જુઓ અમારી સાથે સમગ્ર દિવસ દરમિયાન લાઈવ દર્શન રથયાત્રાના, જુઓ આ Live Video…
શું કહ્યું મુખ્યમંત્રીએ?
પહિંદ વિધિ કરતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આ મારું સૌભાગ્ય છે કે મને ભગવાનની પૂજા અર્ચના કરવાની તક મળી. ગુજરાતમાં હંમેશા સદ્ભાવના, સુખ સમૃદ્ધી, એક્તા રહે તેવી મહાપ્રભુ જગન્નાથને પ્રાથના છે. તેમણે પણ અષાઢી બીજને પગલે કચ્છવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પણ પાઠવી હતી.
ADVERTISEMENT