ભગવાન જગન્નાથનું ભરાયું મામેરુંઃ મામાના ઘર સરસપુરમાં મોટી સંખ્યામાં લોકોએ લીધો ભંડારાનો લાભ

અમદાવાદઃ ભગવાન જગન્નાથ મોસાળામાં પહોંચ્યા છે અહીં મોટી સંખ્યામાં ભક્તોની મેદની છે. જાણે કે પોળોમાં ભક્તોનું કિડિયારું ઉભરાયું હોય તેવો ઘાટ છે. લોકોએ અહીં ભંડારાનો…

gujarattak
follow google news

અમદાવાદઃ ભગવાન જગન્નાથ મોસાળામાં પહોંચ્યા છે અહીં મોટી સંખ્યામાં ભક્તોની મેદની છે. જાણે કે પોળોમાં ભક્તોનું કિડિયારું ઉભરાયું હોય તેવો ઘાટ છે. લોકોએ અહીં ભંડારાનો લાભ લીધો હતો. સરસપુરમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. ઉલ્લેખનીય છે કે હાલ રથયાત્રા નિશ્ચિત સમય કરતાં અડધા કલાક જેટલી મોડી ચાલી રહી છે. સરસપુરોમાં પહોંચી અહીં મોસાળ પક્ષનાઓએ તેમનું મામેરું ભર્યું હતું. સાથે જ ભાણેજોના દર્શન કરી તમામ ભાવ વિભોર બન્યા હતા.

ગજરાજો સરસપુરથી રવાના
બપોરના સમયે જ્યારે રથયાત્રા અડધો કલાક જેટલી મોડી ભગવાનના મોસાળા સરસપુર ખાતે પહોંચી હતી ત્યાં મોટી સંખ્યામાં લોકોએ ભગવાનના જય જય કારા બોલાવ્યા હતા. એક તરફ પોલીસની સઘન સુરક્ષા અને બીજી તરફ એક અભેદ માહોલમાં ઉત્સાહનો માહોલ કાંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. અહીંથી હાલ તો ગજરાજોએ રથયાત્રાના નિશ્ચિત રૂટ પર પ્રયાણ કરી દીધું છે. જેથી હવે રથયાત્રા અહીંથી થોડા જ સમયમાં આગળ વધી જશે. (આ લખાય છે ત્યારે).

રથયાત્રામાં કેમ પ્રસાદમાં અપાય છે ફણગાવેલા મગ?: Rath Yatra 2023

મુસ્લિમ બિરાદરો દ્વારા રથયાત્રામાં હાજરી
અહીં હિન્દુ અને મુસ્લિમ ધર્મના લોકોમાં પણ એક અલગ જ એક્તા જોવા મળી છે. અહીં મુસ્લિમ બિરાદરો પણ રથયાત્રામાં જોડાયા છે. આસપાસ પણ લોકોની મોટી મેદની ઘરની અગાસીઓમાં જોવા મળી હતી. મુસ્લિમ બિરાદરોએ આ રથયાત્રા અંગે શું કહ્યું તે પણ એક વાર જરૂર સાંભળીશું. આવો જોઈએ આ વીડિયો.

    follow whatsapp