કૌશિક કાંઠેચા, કચ્છ: ભૂકંપ બાદ કચ્છ ફરી બેઠું થયું છે. હવે કચ્છનો વિકાસ અવિરત શરૂ જ રહ્યો છે. આ દરમિયાન કચ્છી અજાયબી ગણાતા ધોરડોના સફેદ રણમાં દર વર્ષે ઉજવાતા રણોત્સવ એ દેશ-વિદેશમાં ભારે ખ્યાતિ મેળવી છે. શીત લહેર વચ્ચે યોજાતા રણ ઉત્સવમાં વધુને વધુ પ્રવાસીઓને આકર્ષવા ગુજરાત પ્રવાસન નિગમ અને રાજ્ય સરકારે રણની સજાવટ માટે અનેક સુવિધાઓ ઉભી કરી હતી. દેશ વિદેશના પ્રવાસીઓની સુરક્ષા અને મહેમાનગતીને ધ્યાનમાં રાખીને પૂરતી સુવિધાઓ સાથે 26મી ઓકટોબરથી રણોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે આ વર્ષે રણોત્સવથી તંત્રને 2.10 કરોડની આવક થઈ છે. ત્યારે કુલ 1,94,663 પ્રવાસીઓએ આ વર્ષે મુલાકાત લીધી હતી જે પૈકી 860 વિદેશી પ્રવાસીઓ મુલાકાત લીધી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT