અમદાવાદઃ ગુજરાત ભાજપના નેતા અને રાજ્યસભા સાંસદ રામ મોકરિયાની એક સોશ્યલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ રહી છે. ફેસબુક પર એક પોસ્ટ પર કમેન્ટ કરતા આ અંગે લખવામાં આવ્યું હોય તેવું માનવામાં આવી રહ્યું છે. જોકે તેની પુષ્ટી થઈ રહી નથી, પણ તેમાં લખવામાં આવ્યું છે કે, એક અબજોપતિ એવા વરિષ્ઠ નેતાએ હજુ સુધી તેમના બાકી રૂપિયા આપ્યા નથી.
ADVERTISEMENT
જુનાગઢઃ 1947થી જુની દરગાહ સહિતના ડિમોલેશનની કામગીરીઓ પર શંકા, હાઈકોર્ટમાં આપવો પડશે જવાબ
શું લખ્યું છે?
વાયરલ થઈ રહેલી આ પોસ્ટ પર ભાંગ્યુ તૂટ્યું અંગ્રેજી લખ્યું છે. જેમાં લખવામાં આવ્યું છે કે, એક અબજોપતિ સિનિયર નેતાએ મારા પૈસા આપ્યા નથી તેમજ એ નેતાની નિયત ખરાબ હોવાથી મારા પૈસા આપ્યા નથી. એ નેતા 1990થી સરકારમાં જુદા જુદા પદે રહી ચૂક્યા છે તેમજ 1980થી આ નેતા રાજકારણમાં સક્રિય છે. નેતા ગુજરાત બહાર હતા ત્યારે રિટાયર્ડ થયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર સાંસદ રામ મોકરીયાની પોસ્ટ સૌરાષ્ટ્રના કોઈ નેતા પર હોવાની શંકા સેવાઈ રહી છે. આ પોસ્ટ પછી ચર્ચાઓનો દૌર શરૂ થયો છે અને આ નેતા કોણ છે અને કેટલા રૂપિયા બાકી છે તેની વાતો અને ચર્ચાઓ વારંવાર સામે આવી રહી છે.
ADVERTISEMENT