ગોધરાઃ ગોધરા સબ જેલમાં ગત મોડી રાત્રે એસઓજી, એલસીબી અને પેરોલફર્લો દ્વારા જોઈન્ટ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હોવાની વિગતો મળી રહી છે. મોડી રાત્રી સુધી આ કાર્યવાહી ચાલી હતી. પોલીસ દ્વારા જેલમાં ખૂણે ખૂણા ચેક કરવામાં આવ્યા હતા. પોલીસની આ કાર્યવાહી દરમિયાન મોબાઈલ્સ અને જેલ બહાર વાત કર્યાનો ઓડિયો પણ સામે આવ્યો છે.
ADVERTISEMENT
સેનાના વાહનમાં આગ લાગવા પાછળ આતંકીઓના ગ્રેનેડ હુમલાની શંકા, 5 જવાન શહીદ
પવિત્ર રમઝાનમાં દુઆ કરો
ગોધરાની સબ જેલની અંદર ગત રાત્રિના 8:30 વાગ્યાથી સચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તેમાં પંચમહાલ પોલીસની એસઓજી એલસીબી પેરોલફોર્સ કામે લાગી હતી. મોડી રાત સુધી આ સર્ચ ઓપરેશન ચાલુ રહ્યું હતું. અંદર ખાનગી માહિતી અનુસાર આઠ જેટલા મોબાઈલ મળી આવ્યા છે. આ દરમિયાન જેલમાંથી કેદીઓ બહાર વાત પણ કરતા હોવાનું ધ્યાને આવ્યું હતું. એક કેદી દ્વારા જેલમાંથી બહાર પોતાના માટે દુઆ કરવાની વિનંતી કરતો ઓડિયો પણ સામે આવ્યો છે. જોકે તેની પુષ્ટી થઈ શકી નથી. હાલ પોલીસે મળેલા મુદ્દામાલને જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
(ઈનપુટઃ શાર્દૂલ ગજ્જર.ગોધરા)
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT