Amreli News: અમરેલી-સાવરકુંડલામાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આંચકાઓથી લોકો પરેશાન છે. ખાસ કરીને અહીં આવેલા મિતિયાળા વિસ્તારના લોકો માટે તો દિવસ અને રાત તો જાણે ઘરની બહાર જ નીકળે છે. ઘણીવાર ભૂકંપના ભયના કારણે ઘર તો જાણે સામાન મુકવા જ કામમાં આવતું હોય અંદર રહેવા, ઉંઘવા જતા તો જાણે કાળજુ કંપી જાય તેવી સ્થિતિ ઘણાની છે. આજે જ્યારે તહેવારના દિવસે અહીં ઠેરઠેર ઉમંગ હોવો જોઈ તો હતો ત્યાં આજે ભૂકંપ આવતા લોકોમાં ભયનો માહોલ છે.
ADVERTISEMENT
Ambaji: સરસ્વતી નદીના ઘાટ પર પ્રથમ વખત ઋષિકુમારો દ્વારા સામુહિક જનોઈ બદલાઈ, મોટી સંખ્યામાં બ્રાહ્મણો રહ્યા હાજર
1.2ની તીવ્રતાનો આંચકો હોવાની પુષ્ટી
પ્રાપ્ત વિગતો અનુસાર અમરેલી સાવરકુંડલામાં ખાંભાના ભાડ ગામે ભૂકંપનો આંચકો આવ્યો છે. સાથે જ ભાડ સહિત મિતિયાળામાં પણ ભૂકંપનો આંચલો ગામના લોકોએ અનુભવ્યો છે. એટલું જ નહીં અહીંના આસપાસના ગામના લોકોનું પણ કહેવું છે કે તેમણે ભૂકંપ અનુભવ્યો છે. આજે રક્ષાબંધનના દિવસે અહીં આ ભૂકંપ લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની ગયો છે. આ મામલામાં આજે તહેવારે જ્યાં ઉત્સવનો માહોલ જોવા મળવાનો હતો ત્યાં હવે ગામના લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગાંધીનગર સિમસ્મોલોજી વિભાગ દ્વારા આ ભૂકંપ 1.2ની તિવ્રતાનો હોવાની પુષ્ટી કરી છે.
ADVERTISEMENT