Surat News: આજે રક્ષાબંધન (Rakshabandhan) છે. આજે બહેન માટે ભાઈને અને ભાઈ માટે બહેનને અપાર પ્રેમની અભિવ્યક્તિ સાથે સાથે બહેનની રક્ષા કાજે વચન અને ભાઈની રક્ષા માટે રાખડી બંધાય છે. મોંઢા મીઠા કરી ખુશીઓ મનાવાય છે ત્યારે આવી ઘટના સામે આવે છે કે સુરતમાં એક ભાઈએ પોતાની માનીતી બહેનને ગીફ્ટમાં પોર્ન વીડિયો સાથેનો મોબાઈલ ગિફ્ટ કર્યો જે જાણીને આ સંબંધને લજવી નાખરનાર ભાઈ માટે લોકોને ફિટકાર વરસી પડે છે. આવું જ કાંઈક બન્યું છે જેમાં આ નફ્ફટ ભાઈએ રાખડીની પણ લાજ રાખી નહીં. મગજમાં એવો તો કેવો સડો હશે કે વ્યક્તિ અહીં સુધી નીચે પડી જવામાં પણ ખચકાતો નથી.
ADVERTISEMENT
‘આખું લદ્દાખ જાણે છે કે, ચીને આપણી જમીન પચાવી છે, PM મોદી જવાબ આપે’: Rahul Gandhi
ગિફ્ટમાં આપેલા મોબાઈલમાં પહેલાથી જ ડાઉનલોડ હતા વીડિયોઝ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુરતના ડિંડોલિ વિસ્તારની એક સગીર વયની કિશોરીએ તેની જ પડોશમાં રહેતા મયુર શર્મા નામના યુવકને મોટો ભાઈ માન્યો હતો. (અહીં કિશોરીની ઓળખ છતી થાય નહીં તે કારણે આરોપીની પણ સંપૂર્ણ વિગતો દર્શાવી નથી) આ યુવક કિશોરીનો ભાઈ તરીકે સંબંધ હોવાનું માની પરિવારમાં પણ તેની અવરજવર રહેતી હતી. રક્ષાબંધન ઉજવા માટે આ વખતે 15 દિવસ પહેલા જ તેણીને ગિફ્ટમાં મોબાઈલ ફોન આપ્યો હતો. રક્ષાબંધનની ભેટ મેળવી બહેન પણ ઘણી ખુશ થઈ ગઈ હતી. કદાચ મનોમન ભાઈને માટે હજુ વધુ કમાય તેવી પ્રાથના પણ કરી નાખી હશે, પણ તેને ક્યાં ખબર હતી કે આ મોબાઈલમાં આ નરાધમ ભાઈના કુવિચારો પણ છે. તેણે આ મોબાઈલ જોયો તો તેમાં પહેલાથી જ પાંચ અભદ્ર વીડિયો ડાઉનલોડ કરેલા હતા. આ મોબાઈલમાં અભદ્ર વીડિયો જોવા મળતા યુવતીએ પોતાના માતા પિતાને જાણ કરી. મામલો બિચક્યો અને મામલો પોલીસના દ્વારે પહોંચ્યો હતો.
પરિવારે આ મામલે ડિંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ બાબતમાં માતા પિતાએ મયુર સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગણતરીના કલાકોમાં શખ્સની ધરપકડ કરીને તેની સામે વધુ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
ADVERTISEMENT