અમદાવાદઃ અત્યારે ભાવ વધારો એની ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે રક્ષાબંધનના તહેવાર પર પણ આની અસર જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે અત્યારે રાખડીઓની કિંમતમાં લગભગ 20 ટકા સુધીનો વધારો નોંધાયો છે. ગત વર્ષે જે રાખડીઓ 100 રૂપિયામાં મળતી હતી તેના ભાવ હવે 120થી 125 રૂપિયા સુધી પહોંચી ગયા છે. એટલું જ નહીં ભાવ વધારો રાખડીઓની વિવિધ વેરાયટી પ્રમાણે થયો છે.
ADVERTISEMENT
ભાઈ-ભાભી માટે ખાસ રાખડીઓ
રક્ષાબંધનનો તહેવાર જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ દુકાનો પર મહિલાઓની ભીડ પણ વધી રહી છે. અત્યારે મહિલાઓ વિવિધ વેરાયટીની રાખડીઓ ખરીદવાનું પસંદ કરે છે. તેવામાં ભાવવધારાની સાથે ભાઈઓને બાંધવા માટેની રાખડીઓમાં પણ ઘણા ઓપ્શન મહિલાઓને મળે છે. જેમાં એક રાખડી ભાઈ અને બીજી રાખડી ભાભી માટે તૈયાર કરાઈ છે. જ્યારે ગણપતિ અને કૃષ્ણ ભગવાનની રાખડીઓ સૌથી વધુ ખરીદવામાં આવી રહી છે. આ તમામ રાખડીઓની કિંમત 150 રૂપિયાથી શરૂ થાય છે.
બાળકો માટે કાર્ટૂનવાળી રાખડીઓ…
બાળકોની રાખડીઓ વિશે વાત કરીએ તો મિકી માઉસ, ડોરેમોન, શિનચેન, છોટાભીમ જેવા ઘણા કાર્ટૂનની રાખડીઓ અત્યારે માર્કેટમાં ઉપલબ્ધ છે. જેની કિંમત અંદાજે 50થી 100 રૂપિયા વચ્ચે છે. ઉલ્લેખનીય છે કે આ ભાવ વિવિધ શહેરોના માર્કેટ પ્રમાણે જુદા-જુદા જોવા મળે છે.
ADVERTISEMENT