વીજળી બચાવવા માટે રાજ્યાપાલ આચાર્ય દેવવ્રત કૃષિ સંમેલનમાં વિવિધ સૂચનો આપ્યા હતા. આ કાર્યક્રમમાં તેમણે કહ્યું કે રાત્રે 12 વાગ્યાથી લઈને સવારે 4 વાગ્યા સુધી જાહેર માર્ગો પર ઓછા પ્રમાણમાં વાહનોની અવર-જવર થતી હોય છે. હવે આ સમયે જો વીજળી બચાવવી હોય તો લાઈટ્સ બંધ રાખી દેવી જોઈએ. આની સાથે જનતાને પણ કહ્યું છે કે ઘરે અને ઓફિસે જરૂર હોય એટલો જ વપરાશ થાય તેમ વીજળી વાપરવાથી બચાવ પણ થશે અને પર્યાવરણના રક્ષણ તરફ પણ વધુ એક પગલું આગળ ભરાઈ શકાશે.
ADVERTISEMENT
પૂનમમાં રાત્રે જાહેર માર્ગો પર લાઈટ્સ બંધ રાખવી જોઈએ- રાજ્યપાલ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વીજળી વેડફાઈ ન જાય એના માટે વધુમાં જણાવ્યું હતું કે પૂનમમાં રાત્રે જાહેર માર્ગો પર લાઈટ્સ સંપૂર્ણપણે બંધ રાખવી જોઈએ. વળી ઓફિસમાં જરૂરનાં હોય ત્યાં લાઈટ, પંખા અને એસીનો વપરાશ ટાળવો જોઈએ. આવું કરવાથી જે વીજળી બચી છે એનો ઉપયોગ અન્ય કામો માટે કરી શકાશે. રાજ્યપાલ તરીકે આચાર્ય દેવવ્રતનાં કાર્યકાળનાં ત્રણ વર્ષમાં 50 ટકાથી વધુ વીજળીનો બચાવ કર્યો હોવાનો દાવો પણ કર્યો છે. આની સાથે તેમણે નાની-નાની વાતોનું ધ્યાન રાખવાની સલાહ આપી હતી.
ADVERTISEMENT