નીલેશ શિશાંગિયા,રાજકોટ: એક તરફ બેરોજગારીમોટી સમસ્યા બની છે. બીજીતરફ બેરોજગારી હવે ચૂંટણીનો મુદ્દો બનવા લાગી છે. આ દરમિયાન બેરોજગારી મુદ્દે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભાજપને ભીંસમાં લેવા લાગ્યા છે. આ દરમિયાન રાજકોટના રોજગાર મેળાના કાર્યક્રમ દરમિયાન રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ વિવાદનો મધપૂડો છંછેડાય તે પ્રકારનું નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે સમગ્ર દેશમાં કોઈ બેરોજગાર નથી. દરેક પાસે નોકરી છે.
ADVERTISEMENT
રાજકોટમાં પોતાના ભાષણમાં રામ મોકરિયાએ કહ્યું કે- હકીકતમાં કોઈ બેકાર નથી. ઘરે કામવાળી નથી મળતી અને ઓફિસમાં પટાવાળા નથી મળતા. તમામ લોકો કામ કરી રહ્યા છે. પણ ખાનગી નોકરી કરી રહ્યા છે. ખેતીકામ માટે પણ માણસો નથી મળતા. માણસો મળવા મુશ્કેલ હોવા છતા વિપક્ષ કહે છે બેકારી છે. પરંતુ હકીકતમાં એવું કંઈ નથી. બધા વાતો કરે છે કે નોકરી નથી મળતી. પણ ગ્રાઉંડ રિયાલિટી અલગ જ છે. યુપી થી માણસો બોલાવવા પડે છે.
કોંગ્રેસ પર કર્યા પ્રહાર
બેરોજગારીના મુદ્દા પર સાંસદ રામ મોકરિયાએ કોંગ્રેસ પર આક્ષેપ કરતાં કહ્યું કે માણસોની ક્રાઇસીસ છે. બેકરી નથી માત્ર ને માત્ર સરકારી આંકડા બતાવી અને કોંગ્રેસ બતાવે છે કે રોજગારી યાંથી મળતી. બેરોજદારીના આંકડા એ વિપક્ષ અને કેટલીક ખાનગી NGOએ ઉભી કરેલી બૂમરાણ છે. કોંગ્રેસ લોકોને આંકડાઓ દર્શાવીને ભ્રમિત કરે છે. પરંતુ નવા-નવા મોલ બને છે તેમાં સફાઈ કામદાર, પ્લમ્બર સહિતના લોકોને કામ મળી જ રહે છે. પરંતુ લોકોની ઈચ્છા વ્હાઈટ કોલર જોબ કરવાની હોય છે.
ADVERTISEMENT