રાજુલાઃ નદીના વહેણ વચ્ચે લઈને નીકળ્યા બાઈક, ગણતરીની સેકંડોમાં ખેંચાઈ ગયાઃ Video

અમરેલીઃ અમરેલીમાં છેલ્લા સાત દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ છે. સ્થાનીક નદીઓમાં વરસાદી નીર વહેવા લાગ્યા…

રાજુલાઃ નદીના વહેણ વચ્ચે લઈને નીકળ્યા બાઈક, ગણતરીની સેકંડોમાં ખેંચાઈ ગયાઃ Video

રાજુલાઃ નદીના વહેણ વચ્ચે લઈને નીકળ્યા બાઈક, ગણતરીની સેકંડોમાં ખેંચાઈ ગયાઃ Video

follow google news

અમરેલીઃ અમરેલીમાં છેલ્લા સાત દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ છે. સ્થાનીક નદીઓમાં વરસાદી નીર વહેવા લાગ્યા છે. ખેડૂતોની મહેનતથી હર્યા ભર્યા ખેતરો વરસાદે ઉજાડ્યા છે. ઘણા પાકને નુકસાન થયું છે. ભારે વરસાદને કારણે આજે વધુ એક દુખદ ઘટના બનતા બનતા રહી ગઈ છે. રાજુલામાં વરસાદી પાણીને કારણે નદીના વહેણની વચ્ચે બે યુવાનો બાઈક લઈને નદી ઓળંગવા નીકળ્યા હતા. જોકે હજુ થોડા જ આગળ વધ્યા ત્યાં ધસમસતા પાણીમાં ખેંચાઈ ગયા હતા.

વાહ ગુજરાત પોલીસ! PSI જ બુટલેગરોનું કરે છે રક્ષણ, સામાન્ય નાગરિકને ધમકાવતો AUDIO VIRAL

ધસમસતા પાણીમાં માંડ બચ્યા યુવાનો
રાજુલાના બાબરિયાધાર ગામે આજે બે યુવાનોની જીંદગી જોખમમાં મુકાઈ ગઈ હતી. અહીંથી વહેતી નવલખો નદીમાં વરસાદના પાણી ધસમસતા વહી રહ્યા હતા. એટલું જ નહીં નદીના વહેણ વચ્ચે રસ્તો પણ ક્યાં છે તે જોવું પણ મુશ્કેલ બન્યું હતું. નદી અને રસ્તા વચ્ચે જાણે કોઈ ભેદ જ ન્હોતો. આવી સ્થિતિમાં બે યુવાનો બાઈક લઈને નદી ઓળંગવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. બાઈક લઈને જતા આ બંને યુવાનો હજુ નદીને ક્રોસ કરવા આગળ વધે છે ત્યાં થોડા જ આગળ વધતા નદીના વહેણમાં બાઈક ખેંચાવા લાગે છે. એક તબક્કે રસ્તાની એક કિનારી પર આવીને અટકી જાય છે. આ દરમિયાન બંને યુવાનો બાઈક પરથી ઉતરી જાય છે અને ત્યારે તેઓ બાઈકને પણ ખેંચાતું બચાવવાનો પ્રયાસ કરે છે. જોકે તેઓ બાઈકને બચાવી શકતા નથી. બાઈક ધસમસતા પાણીમાં ખેંચાઈ જાય છે. યુવાનો પાણીના અધવચ્ચે જ ફસાઈ જાય છે. મહામુસીબતે બંને યુવાનો બચે છે પરંતુ પાણીમાં બાઈક ગરકાવ થઈ જાય છે.

(ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી)

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp