Rupala Controversy: ગુજરાત રાજ્ય ક્ષત્રિય-રાજપૂત સંગઠનોની સંકલન સમિતિએ પત્ર જારી કરીને ગુજરાતમાં યોજાનારી પીએમ મોદીની જાહેરસભાનો વિરોધ ન કરવા અપીલ કરી છે. સંકલન સમિતિ વતી સમગ્ર સમાજને જણાવવામાં આવ્યું હતું કે, વિરોધના પાર્ટ 2 મુજબ અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની નીતિ પર અડગ રહીશું પરંતુ સાથે જ સંકલન સમિતિએ પોતાના સમુદાયને અપીલ કરી છે કે અમે પીએમ મોદીનો વિરોધ નહીં કરીએ.
ADVERTISEMENT
GSSSB Exam Date: ગૌણ સેવાની મોકૂફ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જાણો નવી તારીખ
સંકલન સમિતિએ સમાજ માટે જાહેર કર્યો સંદેશ
સંકલન સમિતિએ આશંકા વ્યક્ત કરી છે કે પીએમની જાહેરસભામાં ક્ષત્રિય સમાજના આંદોલનની આડમાં કોઈ દુશ્મન કે કોઈ ખોટા ઈરાદા સાથે રાજ્યના હિતમાં વાતાવરણ બગાડી શકે છે. સંકલન સમિતિએ પીએમ મોદીનો વિરોધ ન કરવા પાછળનું કારણ જણાવ્યું છે કે, દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે, તેથી નેતાઓની રેલીઓ અને જાહેર સભાઓનું આયોજન કરવામાં આવશે, આવી સ્થિતિમાં કેટલાક લોકો અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરશે. જેના કારણે સંકલન સમિતિએ એક પત્ર જારી કરીને કહ્યું છે કે, ક્ષત્રિય સમાજ પીએમની સુરક્ષામાં ઉભી થતી કોઈ મુશ્કેલી કે સમસ્યા વિશે ક્યારેય વિચારી શકે નહીં.
પીએમ મોદીનોગુજરાત પ્રવાસ
સંકલન સમિતિએ સમગ્ર સમાજને પીએમની ગુજરાતમાં યોજાનારી જાહેર સભા, રેલી, સંમેલનોનો વિરોધ કરવાથી દૂર રહેવા અપીલ કરી છે. સંકલન સમિતિમાં જણાવાયું છે કે ભાજપનો બહિષ્કાર કરોની નીતિ સાથે અમારું આંદોલન શાંતિપૂર્ણ અને લોકશાહી ઢબે ચાલુ રહેશે. બૂથ મેનેજમેન્ટને મજબૂત કરીને અમે ભાજપ સામે લડતા ઉમેદવારને મત આપીશું. તમને જણાવી દઈએ કે 1 અને 2 મેના રોજ પીએમ મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસ પર આવી રહ્યા છે, જે દરમિયાન પીએમ મોદી ગુજરાતમાં છ જાહેરસભાઓને સંબોધિત કરશે. પીએમ મોદી 1 મેના રોજ ડીસા અને હિંમતનગરમાં જાહેર સભાઓને સંબોધિત કરશે, ત્યારબાદ 2 મેના રોજ આણંદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં જાહેરસભાઓ સંબોધશે.
ADVERTISEMENT