Rajkot: લંપટ સાધુઓની કામલીલા બહાર આવતા વાલીઓ ચિંતિત, ગુરુકુળમાંથી વિદ્યાર્થીઓને ઘરે લઈ ગયા

Rajkot News: જેતપુરમાં આવેલા ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી વિરુદ્ધ દુષ્કર્મના આરોપો લાગ્યા બાદ ભારે હોબાળો મચ્યો છે. એક બાજુ ભક્તો દ્વારા લંપટ સાધુઓ વિરુદ્ધ રવિવારે વિરોધ કરાયો હતો. ત્યારે આવા લંપટ સાધુઓ વચ્ચે ગુરુકુળમાં અભ્યાસ કરતા બાળકોને લઈને વાલીઓ ચિંતિત બન્યા છે.

સ્વામિરાયણ ગુરુકુળ અને સાધુઓની તસવીર

Khirsara Gurukul

follow google news

Rajkot News: જેતપુરમાં આવેલા ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી વિરુદ્ધ દુષ્કર્મના આરોપો લાગ્યા બાદ ભારે હોબાળો મચ્યો છે. એક બાજુ ભક્તો દ્વારા લંપટ સાધુઓ વિરુદ્ધ રવિવારે વિરોધ કરાયો હતો. ત્યારે આવા લંપટ સાધુઓ વચ્ચે ગુરુકુળમાં અભ્યાસ કરતા બાળકોને લઈને વાલીઓ ચિંતિત બન્યા છે. એવામાં ગુરુકુળમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઘરે પરત લઈ ગયા હતા.

વિદ્યાર્થીઓને વાલીઓ ઘરે લઈ ગયા

ગુરુકુળના સ્વામીએ વિરુદ્ધ કુકર્મની ફરિયાદથી વાલીઓમાં પણ રોષ છે અને બાળકોને લઈને ચિંતિત બન્યા હતા. ગુરુકુળમાં અભ્યાસ કરતા 150માંથી 135 વિદ્યાર્થીાઓને વાલીઓ ઘરે પરત લઈ ગયા. જો જામટીંબડી ગામે આવેલી કન્યા વિદ્યાલયમાંથી 145 વિદ્યાર્થિનીઓને વાલીઓ પરત લઈ ગયા છે. તો બીજી તરફ ફરિયાદ બાદ ગુરુકુળના ટ્રસ્ટીઓ તેમજ સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. 

શું હતો સમગ્ર મામલો?

ઉપલેટાના ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના બે સંતો સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે IPC 376 (2)(N), 313, 114 અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે. ઉપલેટાના ભાયાવદર પાસે આવેલા ખીરસરા સ્વામિનારાયણ ગુરૂકુળના નારાયણસ્વરૂપદાસ સ્વામી, ધર્મસ્વરૂપદાસ સ્વામી અને મયુર કાસોદરિયા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે. 

દુષ્કર્મ બાદ ગર્ભવતી બની હતી યુવતી

રાજકોટની યુવતી સાથે છેલ્લા ત્રણ વર્ષથી દુષ્કૃત્ય આચરવામાં આવતું હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. ફરિયાદમાં ધર્મસ્વરૂપદાસ સ્વામીએ 30 વર્ષીય મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું અને નારાયણ સ્વરૂપસ્વામી અને મયુર કાસોદરિયા નામના શખ્સે મદદગારી કરી હોવાનો ઉલ્લેખ છે. એટલું જ નહીં દુષ્કર્મ બાદ યુવતી ગર્ભવતી બની હતી. જેમાં ધર્મપ્રસાદ સ્વામીએ હોસ્ટેલના સંચાલક મયુર કાસોદરીયા સાથે ગર્ભપાતની દવા મોકલી પીડિત યુવતીની ઈચ્છા વિરૂદ્ધ ગર્ભપાત કરાવ્યો હોવાનું ખુલતાં ચકચાર મચી ગઈ છે.

    follow whatsapp