Rajkot Game Zone Fire: રાજકોટમાં શનિવારે સાંજે સર્જાયેલી દુર્ઘટનાથી આખું ગુજરાત હચમચી ઉઠ્યું હતું. પરિવાર સાથે વેકેશનમાં મોજ મજા માણવા ગેમ ઝોનમાં ગયેલા બાળકો સહિત 28 જેટલા લોકોને આગ ભળખી ગઈ. આગ એટલી ભયાનક હતી કે તેમાં બળી ગયેલા કેટલાક લોકોના મૃતદેહની હજુ પણ ઓળખ થઈ શકી નથી. DNA દ્વારા મૃતદેહોની ઓળખ કરવામાં આવી રહી છે. આ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે કે TRP અગ્નિકાંડમાં 1 મૃતદેહના DNA સેમ્પલ મેચ થતા મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. જે બાદ તેની અંતિમયાત્રા નીકળી હતી. આ દરમિયાન પરિવારને ધ્રુસકે-ધ્રુસકે રડતા જોઈને આખાં ગામની આંખોમાં આસું આવી ગયા હતા.
ADVERTISEMENT
સત્યપાલસિંહનો મૃતદેહ પરિવારને સોંપાયો
ગોંડલના સત્યપાલસિંહ જાડેજાના DNA સેમ્પલ મેચ થયા થતાં વહેલી સવારે મૃતદેહને પરિવારજનોને સોંપાયો હતો. જેથી આ દુઃખની ઘડીમાં પરિજનોને સાંત્વના પાઠવવા માટે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. ઘરે અંતિમવિધિ કરાયા બાદ સવારે જ સત્યપાલસિંહ જાડેજાની અંતિમયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
આ પણ વાંચોઃGujarat Tak Exclusive: રાજકોટ અગ્નિકાંડના ભયાનક CCTVના દ્રશ્યો આવ્યા સામે, જુઓ આ દર્દનાક VIDEO
આખું ગામ હિંબકે ચઢ્યું
ગામમાંથી સત્યપાલસિંહની અંતિમ યાત્રા નીકળતા આખું ગામ હિબકે ચઢ્યું હતું. આ અંતિમ યાત્રા જોઈને દરેકની આંખોની આસું આવી ગયા હતા. જ્યારે પરિવારમાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા. નાના પુત્રના અવસાનથી પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.
આ પણ વાંચોઃ પ્રગતિશીલ 'ગુજરાત'માં 5 વર્ષમાં 200 જિંદગીઓ ઓલવાઈ, 2022નું વર્ષ આખા દેશ માટે 'કાળ'
DNA સેમ્પલ મોકલાયા છે ગાંધીનગર
આપને જણાવી દઈએ કે, રાજકોટ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા મૃતકોના મૃતદેહના સેમ્પલ DNA સેમ્પલ ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા છે. સેમ્પલ મેચ થયા બાદ મૃતદેહોને સ્વજનોની સોંપવામાં આવશે.
ADVERTISEMENT