Rajkot Gamezone Fire Updates: રાજકોટમાં ગઈકાલે સર્જાયેલી દુર્ઘટનાથી આખું ગુજરાત હચમચી ઊઠ્યું છે. રાજકોટના TRP ગેમ ઝોનમાં આગ લાગતા 28 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે, આ દુર્ઘટનાના પડઘા છેક દિલ્હી સુધી ગુંજ્યા છે. આ દુર્ઘટના પર પીએમ મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સહિતના નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. તો આ ઘટના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટ પહોંચ્યા છે. તેઓએ જવાબદાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. આ દુર્ઘટના બાદ સૌથી મોટો સવાલ એ છે કે કોના કારણે 28 નિર્દોષોના ગયા જીવ? કોણે ઉભુ કર્યું આવું જોખમી 'મોતનું ગેમ ઝોન'?
ADVERTISEMENT
ગિરીરાજસિંહ જાડેજા જમીનનો માલિકઃ સૂત્રો
રાજકોટ આગ્નિકાંડ મામલે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વર્ષો પહેલા જ્યાં 28 લોકોએ જીવ ગુમાવ્યા છે, ત્યાં ખુલ્લો પ્લોટ હતો. આ જમીનનો મૂળ માલિક ગિરીરાજસિંહ જાડેજા છે. આ ગિરીરાજસિંહ પાસેથી જ યુવરાજસિંહ સોલંકી(TRPમાં 15 ટકા ભાગીદારી) એ પ્લોટ ભાડે લીધો અને સૌરાષ્ટ્રનું સૌથી મોટું ગેમ ઝોન બનાવવાનો ખેલ શરૂ થયો.
યુવરાજસિંહ લેતો મહિને 1 લાખ પગાર
રાજકોટ TRP ગેમ ઝોનનો મુખ્ય માલિક પ્રકાશ જૈન છે. જે મૂળ રાજસ્થાનનો વતની હોવાની માહિતી મળી છે. તો રાજકોટના યુવરાજસિંહ સોલંકીની TRPમાં 15 ટકા ભાગીદારી છે, સાથે જ તે દર મહિને 1 લાખ રૂપિયા પગાર પણ લેતો હોવાનું સામે આવ્યું છે. તો ગોંડલનો રાહુલ રાઠોડ નામનો યુવક પણ ભાગીદાર છે. જે વેલ્ડિંગ અને મેઈન્ટેનન્સનું કામ સંભાળતો હતો. હજુ સુધી પ્રકાશ અને રાહુલ પોલીસને હાથ લાગ્યા નથી. પોલીસે TRP ગેમ ઝોનના સંચાલય અને મુખ્ય આરોપી યુવરાજસિંહ સોલંકી તેમજ એક મેનેજરની ઘટનાસ્થળે જ ધરપકડ કરી લીધી હતી. આ સિવાય પણ ગેમ ઝોનમાં કામ કરતા કર્મચારીઓની પણ પોલીસે અટકાયત કરી છે.
યુવરાજ સીનસપાટા મારવામાં એક્સપર્ટ
સૂત્રોના જણાવ્યા અનુસાર, યુવરાજસિંહ સોલંકી સીનસપાટા મારવામાં એક્સપર્ટ છે. તે મોંઘી-મોંઘી બાઈકનો શોખીન છે. સાથે તે બાઇકર્સની ટ્રિપ પણ ઓર્ગેનાઇઝ કરતો હોવાનું ખૂલ્યું છે. આ યુવરાજસિંહ સોલંકી પર અનેક મોટા માથાનો હાથ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. સાથે જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જો ઊંડી તપાસ કરવામાં આવે તો રાજકીય ક્ષેત્રે સંકળાયેલા પણ કેટલાક મોટા નેતાના નામ ખુલી શકે છે.
યુવરાજસિંહ રડી પડ્યો
રાજકોટના અગ્નિકાંડમાં મુખ્ય આરોપી યુવરાજસિંહ પોલીસના સંકજામાં આવી ચૂક્યો છે. રાજકોટના કાલાવાડ રોડ પર આવેલ ગેમ ઝોનમાં બનેલા આગની ઘટનામાં બાળકો સહિત 28 લોકોના મોત થયા છે. ત્યારે આ ઘટનાનો આરોપી યુવરાજસિંહની પોલીસે પુછપરછ હાથ ધરી છે. યુવરાજસિંહ પોલીસ સામે સમગ્ર ઘટનાક્રમ વર્ણવ્યો હતો. આ દરમિયાન આરોપી ખુદ પોલીસ સામે કહેતા કહેતા રડી પડ્યો હતો.
ADVERTISEMENT