રાજકોટઃ રાજકોટમાં ટ્રેનની મુસાફરી દરમિયાન નશો કરેલી હાલતમાં એક યુવાન ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાયો હતો. આમ તો ઘણી વખત ચાલુ ટ્રેનમાં નશો કરવાની ઘટનાઓ સામે આવતી હોય છે. જોકે કોઈ વ્યક્તિ તેમાં મૃત્યુ પામ્યો છે. ઘટનાને લઈને ભારે ચકચાર મચી ગઈ છે. આ યુવક ટ્રેનમાં દરવાજે જ નશાની હાલતમાં સુઈ ગયો હતો. જોકે તે ઊભો થવા જતા જ ટ્રેનમાંથી નીચે પટકાઈ ગયો હતો. ઘટનાનો બેહદ ડરામણો વીડિયો હવે સામે આવ્યો છે. જોકે આ વીડિયોની પુષ્ટી થઈ રહી નથી.
ADVERTISEMENT
લોકો વીડિયો ઉતારવાના નશામાં
ટ્રેનમાં નશીલા દ્રવ્યોનું સેવન કરવું કેટલું ભયાનક પરીણામ લાવી શકે છે તે હાલમાં સામે આવી રહેલા વીડિયો પરથી જાણી શકાય છે. જોકે આ વીડિયોની પુષ્ટી થઈ રહી નથી. ઉપરાંત વીડિયો વિચલીત કરી દેનારો છે. જે અહીં દર્શાવાયો નથી. યુવક રાજકોટ-ઓખા ટ્રેનમાં જઈ રહ્યો હતો ત્યારની આ ઘટના હોવાનું જાણવા મળે છે. દરમિયાન નશાની હાલતમાં યુવક દરવાજે જ સુઈ ગયો હતો. જોકે તે ઊભા થવા જાય છે ત્યારે તેનું સંતુલન ગુમાવે છે અને તે ટ્રેનમાંથી નીચે પડી જાય છે. આ તરફ વડીયો ઉતારનારાઓ વીડિયો જ ઉતારવાના નશામાં હતા. તેઓને પણ ભાન ન્હોતું પડ્યું કે યુવકનો જીવ બચાવવો કે કેમ? માત્ર વીડિયોના નશામાં રહીને કોઈની મદદ ન કરવાના અઢળક કિસ્સાઓ છે. આ વીડિયો તેનો પણ છે.
સમલૈંગિક વિવાહનો વિચાર લોક સમ્મત નહીં પણ શહેરી માનસિકતાઃ સુપ્રીમમાં બોલી સરકાર
જોકે આ ઘટના ક્યાંની છે, ક્યારની છે તે સ્પષ્ટતા મળી શકી નથી. હાલ આ વીડિયો સોશ્યલ મીડિયા પર ફરતો થયો છે. લોકો વીડિયો જોઈને પોતાની પ્રતિક્રિયાઓ આપે છે. કોઈ યુવકના નશાને ખોટો ગણે છે તો કોઈ વીડિયો ઉતારનારાઓના વીડિયો નશાને ખોટા કહે છે.
ADVERTISEMENT