રાજકોટ : શહેર કોઠારિયા રોડ પર આનંદનગર વિસ્તારમાં રહેલા 86 વર્ષના વૃદ્ધે પશુને પણ શરમાવે તેવી હરકત કરી હતી. 7 વર્ષની એક બાળકીને પોતામા રૂમમાં બોલાવીને દરવાજો બંધ કરીને દુષ્કર્મ ગુજાર્યું હતું. બાળકીને રડતા રડતા પોતાની પાસે જે બન્યું તે પરિવારને અને પોલીસને જણાવ્યું હતું. પોલીસે વૃદ્ધ વિરુદ્ધ દુષ્કર્મ, પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાળકી પોતાના પિતાની લારીએથી પોતાના ઘરે જઇ રહ્યા હતા ત્યારે અચાનક વૃદ્ધે એકલી જતી બાળકીને જોઇને તેમની દાનત બગડી હતી અને તેને રૂમમાં ખેંચી લીધી હતી.
ADVERTISEMENT
ભક્તિનગર પોલીસ દ્વારા 86 વર્ષના વૃદ્ધની ધરપકડ
ભક્તિનગર પોલીસે ભોગ બનનાર 7 વર્ષની બાળાના પિતાની ફરિયાદના આધારે કોઠારિયા રોડ આનંદનગર પોલીસે વેલજી પીઠવા (ઉ.વ 86) વિરુદ્ધ કેસ દાખલ કરીને તપાસ આદરી છે. બાળકીના પિતાની ફરિયાદ અનુસાર સાત વર્ષ અને નવ માસની દીકરી છે. સાંજે હું ઘરે પહોંચ્યો ત્યારે પત્ની અને બાળકી ઘરે હતા. બાળકીની આંખો લાલ થઇ હતી. જેથી અમે તેના આંખના ટીપા નાખ્યા હતા. ત્યાર બાદ ઘરે જવા માટે મોકલી હતી. જો કે તે પરત નહી ફરતા સાડા દસેક વાગ્યે હું ઘરે પહોંચ્યો. જો કે તે ઘરે પણ નહોતી. પત્નીએ કહ્યું કે તે તમારી પાસે હતી. જેથી અમે આસપાસમાં તપાસ કરી હતી.
બાળકીને પરાણે પુરીને દુષ્કર્મ આચર્યું
જો કે ત્યારે અચાનક આનંદનગર કોલોનીના બ્લોક 8 ના નીચેના ક્વાર્ટરમાંથી મારી દીકરી રડતી રડતી બહાર આવી હતી. તેના વાળ વેર વિખેર થઇ ગયા હતા. દીકરીને ઘરે બોલાી પુછપરછ કરતા તેણે પોતાની કાલીઘેલી ભાષામાં આપવીતી વર્ણવી હતી. દીકરીની વાત સાંભળી મે પોલીસને બોલાવી હતી.
ADVERTISEMENT