Rajkot: ટ્રક અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત, બે યુવાનોના મોત

રાજકોટ: રાજ્યમાં અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. રાજકોટ- અમદાવાદ હાઈવે ફરી એક વાર કાળમુખો…

gujarattak
follow google news

રાજકોટ: રાજ્યમાં અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. રાજકોટ- અમદાવાદ હાઈવે ફરી એક વાર કાળમુખો સાબિત થયો છે. માલીયાસણ પાસે ટ્રકની ઠોકરે બાઈક ચડતા બે યુવકોના કમકમાટી ભર્યા મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ હતી.

માલીયાસણ પાસે ટ્રકે ડબલ સવારી બાઈકને ઠોકરે લીધી હતી.જેમાં ગંભી૨ ઈજા થવાથી એકનું ઘટના સ્થળે અને બીજાનું સા૨વા૨માં મોત થતાં બંનેના પ૨િવા૨માં અ૨ે૨ાટી મચી જવા પામી હતી. બનાવના પગલે કુવાડવા ૨ોડ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી  હતી.

અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા બંને બાઈક પરથી ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. જેમાં બાઇક પર સવાર બે મિત્રોમાંથી ધુધાને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે બીજા યુવાન બહાદુરને લોહીલુહાણ હાલતમાં એકઠા થયેલ લોકોએ 108 મારફતે સારવારમાં સીવીલ હોસ્પીટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું.

પોલીસ ઘટના સ્થળે
અકસ્માતની ઘટનાને લઈ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ પોલીસે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.

આ પણ વાંચો: ‘મને માફ કરજો…’ રાજકોટમાં દીકરાએ બીમાર માતાને ઝેર પીવડાવી પોતે પણ આપઘાત કરી લીધો

પરિવાર પર આભ ટુટી પડ્યું
અકસ્માતમાં મૃત્યુ પામેલ બહાદુર ડ્રાઈવિંગ કામ કરતો અને તેને સંતાનમાં એક પુત્ર-પુત્રી છે. જ્યારે મૃતક ધુધો અપરિણીત હતો. તેમજ પશુપાલનનું કામ કરતો હતો જુવાનજોધ પુત્રોના મોત થતા બન્નેના પરિવાર પર આભ તુટી પડયું હતું.

(વિથ ઈનપુટ: નીલેશ શિશાંગિયા, Rajkot  )

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp