Sant Sammelan Rajkot : રાજકોટમાં યોજાયેલ સનાતન સંત ગોષ્ઠિને લઇને મોટા સમાચાર મળી રહ્યા છે. સંમેલનમાં ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયના એસપી સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. વડતાલ સ્વામિનારાયણ ગાદી પીઠના અજેન્દ્રપ્રસાદ મહારાજે સનાતન ધર્મ ટ્રસ્ટની માંગ સ્વીકારી. લેખિતમાં આ સનાતન ધર્મની તમામ છ માંગણીએ સ્વીકારીએ છીએ. આવું એસપી સ્વામીએ જણાવ્યું હતું.
ADVERTISEMENT
રાજકોટના સંત સંમેલનમાં ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રતિનિધિ એસપી સ્વામીએ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, એસપી સ્વામીએ કહ્યું હતું કે, 'વડતાલ મૂળ સંપ્રદાયના આચાર્ય એવું માને છે કે, સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મનો જ એક ભાગ છે. સનાતન ધર્મને કોઈ ગાળ આપે તો અમને પણ ન ગમે. સ્વામિનારાયણ ભગવાને પણ આદેશ કરેલો છે કે કોઈ દેવી દેવતાઓનું અપમાન ન કરવું. દેવી દેવતાઓ વિશે લખવામાં આવ્યુ હોય તે વાંચવું જોઇએ નહીં. અમે આ આચાર્ય પરંપરામાંથી આવીએ છીએ.'
શિક્ષાપત્રીમાં દેવી દેવતાઓના અપમાનની કોઈ વાત લખી નથી : એસપી સ્વામી
એસપી સ્વામીએ કહ્યું હતું કે, 'શિક્ષાપત્રીમાં દેવી દેવતાઓના અપમાનની કોઈ વાત લખી નથી. શિક્ષાપત્રીમાં પણ ક્યાંય કોઈ સનાતન ધર્મના દેવી-દેવતાઓ વિશે આવું લખવામાં આવેલું નથી.'
અમે પણ સનાતનનો ભાગ છીએ : એસપી સ્વામી
એસપી સ્વામીએ કહ્યું હતું કે, 'અમે અમારા સંપ્રદાયની ભૂલ લેખિતમાં સ્વીકારીએ છીએ. જે પુસ્તકોમાં લખવામાં આવેલું છે તે અમારા પુસ્તકો નથી. જે પણ સંપ્રદાય લખ્યું હોય તેની સામે પગલાં લેવામાં આવે. અમે મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મની સાથે છે. રાજાશાહી વખતે રાજાઓ સાથે વિમર્શ થતાં. જો કે, લોકશાહી આવ્યા પછી સાધુ સંતોની વાત સાંભળવા કોઈપણ રાજકીય પક્ષ તૈયાર નથી.'
'મૂળ સંપ્રદાયમાં કોઈ પુસ્તકોમાં દેવી દેવતાઓનું અપમાન હશે તો દૂર કરાશે'
એસપી સ્વામીએ કહ્યું હતું કે, 'મૂળ સંપ્રદાય દ્વારા કોઇ પુસ્તકોમાં દેવી દેવતાઓનું અપમાન હોય તો તેને દૂર કરવામાં આવશે. મૂળ સંપ્રદાયના કોઇ સંતો ભવિષ્યમાં દેવી દેવતાની કોઇ અપમાનજનક ટિપ્પણી નહિ કરવામાં આવે. મૂળ સંપ્રદાયના કોઇ સાહિત્યમાં દેવી દેવતાઓનું અપમાનજનક લખાણ લખાયું નથી. મૂળ સંપ્રદાયમાંથી છુટા પડેલા સંપ્રદાયે લખાણ કર્યા છે. દેવી દેવતાનું અપમાન કરતા લોકો સામે કાર્યવાહી થવી જોઇએ. આ માટે અમે પણ સનાતન ટ્રસ્ટની સાથે છીએ.'
ADVERTISEMENT