Rajkot: ભાડાપટ્ટે મેળવેલી જમીન પર અધિકારીએ ઉભું કરી દીધું ફાર્મ હાઉસ, હવે લેવાયું એક્શન

Rajkot News: રાજકોટથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટના નિવૃત નાયબ મામલતદાર સામે તંત્રએ લાલ આંખ કરી છે. નિવૃત નાયબ મામલતદાર એમ.ડી. માંજરીયાનું કરોડોનું ફાર્મ હાઉસ (સુદામા પાર્ક) સીલ કરી દેવામાં આવ્યું છે.

Rajkot News

ફાર્મ હાઉસને સીલ મારી દેવાયું

follow google news

Rajkot News: રાજકોટથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટના નિવૃત નાયબ મામલતદાર સામે તંત્રએ લાલ આંખ કરી છે. નિવૃત નાયબ મામલતદાર એમ.ડી. માંજરીયાનું કરોડોનું ફાર્મ હાઉસ (સુદામા પાર્ક) સીલ કરી દેવામાં આવ્યું છે. નોંધનીય છે કે, 1987માં ફળ ઝાડ માટે અપાયેલી ત્રણ એકર જમીનમાં બાંધકામ ખડકી દેવામાં આવતા મામલતદાર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.

ભાડાપટ્ટે અપાઈ હતી જમીન

મળતી માહિતી અનુસાર, રાજકોટના કાલાવડ રોડ વાજડી વીરડા ગામની 3 એકર જમીન ફળ ઝાડના હેતુ માટે ભાડાપટ્ટે તત્કાલીન જિલ્લા કલેક્ટર તકરુ દ્વારા આપવામાં આવી હતી. જોકે,  નિવૃત્ત નાયબ મામલતદાર એસ.ડી માંજરીયા પોતે જમીનના માલિક હોય તેમ આ જગ્યા ઉપર બંગલો, નર્સરી, પશુપાલન માટેના વાડાઓ અને ગોડાઉન સહિતની સુવિધા ઉભી કરી દેવાઈ હતી.

અધિકારીઓએ ઉભું કરી દીધું ફાર્મ હાઉસ

સાથે જ 1987માં ફળ ઝાડ માટે અપાયેલી જમીનમાં નિવૃત્ત નાયબ મામલતદાર એસ.ડી માંજરીયા  દ્વારા બાંધકામ ખડકી દેવાયું હતું. અહીં તેમણે ફાર્મ હાઉસ (સુદામા પાર્ક) બનાવી દીધું હતું. જેથી  એસ.ડી માંજરીયા દ્વારા ભાડાપટ્ટાને રિન્યુ કરવા માટે અરજી કરવામાં આવી હતી. જોકે, રાજકોટ જિલ્લા કલેક્ટર અને ત્યાર એસએસઆરડી એ ભાડાપટ્ટાની રિન્યુ અરજીને નામંજૂર કરી હતી. 

મામલતદારે કરી કાર્યવાહી

જે બાદ હવે મામલતદાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટના કાલાવડ રોડ વાજડી વીરડા ગામે આવેલા નિવૃત્ત નાયબ મામલતદાર એસ.ડી માંજરીયાના ફાર્મ હાઉસને જપ્ત કરવામાં આવ્યું છે.

ઈનપુટઃ રોનક મજીઠિયા, રાજકોટ

    follow whatsapp