તેજશ શિશાંગિયા/રાજકોટ: રાજકોટમાં 27મી જૂનના રોજ સાંજે યુવરાજનગરથી આજી ડેમ ચોકડી પાસે લાકડા લેવા માટે ગયેલી સગીરાની ગુમ થયાના ત્રીજા દિવસે અમૂલ ઈન્ડસ્ટ્રીઝના બંધ કારખાનામાંથી અર્ધ નગ્ન હાલતમાં હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.પોલીસે આ ખૌફનાક હત્યાકાંડનું રહસ્ય ઉકેલી નાખ્યું છે, અને એવું બહાર આવ્યું છે કે પરિવારના એક પરિચિત દ્વારા છેડતી કર્યા બાદ, તે પરિવારને જાણ કરી દેશે એવા ડરથી તરુણી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી સળિયાથી હત્યા કરી દેવામાં આવી હતી. હત્યા બાદ આરોપીએ પોતે પણ યુવતીની તપાસમાં જોડાયો હતો. જોકે પોલીસે જયદીપ ઉર્ફે જયુ ઉમેશભાઈ પરમાર નામના વ્યક્તિની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
રાજકોટ ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલના જણાવ્યા મુજબ, ગત 27મી જૂનના રોજ સાંજે ઘરમાંથી લાકડા વીણવા નીકળેલી યુવતીના ગુમ થયાની ઘટના પ્રકાશમાં આવી હતી. જે અંગે પોલીસે તેને શોધવા માટે તપાસ શરૂ કરી હતી. તે દરમિયાન 29મી જૂને તેની લાશ મળી આવી હતી અને કેસ હત્યામાં ફેરવાઈ ગયો. જે બાદ આ ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ કમિશનરે SITની રચના કરી હતી. જેમાં સાયબર ક્રાઈમના એસીપી વિશાલ રબારીની આગેવાની હેઠળ ક્રાઈમ બ્રાંચના પીઆઈ એલ.એલ.ચાવડા અને તેમની ટીમે આજી ડેમ પોલીસ સ્ટેશનના પીઆઈ એલ.એલ.ચાવડા અને તેમની ટીમના દિવસ-રાતના પ્રયાસો બાદ આ પડકારજનક હત્યાનો ભેદ ઉકેલાયો હતો.
પેસેન્જરનો વેશ ધારણ કરીને આરોપીને પકડ્યો
છેલ્લા 4 દિવસથી તપાસ અધિકારીઓ દ્વારા સઘન તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન 40થી વધુ શકમંદોની પણ પૂછપરછ કરવામાં આવી હતી. બાદમાં હ્યુમન રીસોર્સના આધારે જાણવા મળ્યું હતું કે આ બનાવને અંજામ આપનાર જયદીપ ઉર્ફે ઉમેશભાઈ પરમાર હતો અને આ બનાવમાં આરોપીએ પોતે ફરિયાદ નોંધાવ્યા બાદ પોતાનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી ફરાર થઈ ગયો હતો. આરોપી વિશે માહિતી મળતાં પોલીસે રિક્ષાચાલકનો વેશ ધારણ કરીને આરોપીને ઝડપી લીધો હતો.
પોલીસે આરોપીની કલાકો સુધી પૂછપરછ કરી હતી, જેમાં તેણે છેવટ સુધી પોતાની નિર્દોષતા જાળવી રાખી હતી, જો કે, કડક પૂછપરછ કરતાં તેણે સમગ્ર ઘટનાની માહિતી આપી હતી અને સ્વીકાર્યું હતું કે મૃતકના કાકા સાથે મિત્રતા થયા બાદ તે યુવતીને ઘરે જતો હતો. જેના કારણે તેની નજર સગીરા પર બગડી હતી. ઘટનાના દિવસે તેણે પીડિતાને અમૂલ ઈન્ડસ્ટ્રીઝની ખાલી જગ્યામાં લાકડા વિણવા જતી જોઈ હતી અને ત્યાં તેની પાછળ ગયો હતો. તેની એકલતાનો લાભ લઈને તેને અંદરના રૂમમાં લઈ જઈ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ વાત સગીરા કોઈને કહે નહીં એટલા માટે તેની હત્યા કરી નાખી.
આ અંગે પીડિતા પરિવારને જાણ કરશે તેવા ડરથી તેણે નજીકમાં પડેલા લોખંડના ટુકડા વડે સગીરા પર અંધાધૂંધ હુમલો કર્યો હતો. જેના કારણે તે લોહીલુહાણ થઈ ગઈ હતી અને આરોપી ત્યાંથી ભાગી ગયો હતો. બાદમાં તે તેના કેટલાક મિત્રોને મળ્યો. અને પછી તેણે સગીરાને શોધવાનું શરૂ કર્યું. પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા જતાં પરિવારજનો સાથે જયદીપ પણ ગયો હતો. અને પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ તે ફરાર થઈ ગયો હતો. આરોપીઓ સામે અગાઉ પણ પાકીટ ચોરીના ચાર ગુના નોંધાયેલા છે, હાલમાં આ કેસમાં પોલીસ એવા તમામ પુરાવા એકત્ર કરવા પ્રયાસ કરી રહી છે કે આરોપીને કોઈપણ રીતે જેલમાંથી છોડવામાં ન આવે. આ મામલે હાલમાં પરિવારના સભ્યો કઈ બોલવા માટે તૈયાર નથી.
ADVERTISEMENT