રાજકોટમાં દોઢ મહિનો ચાલે તેટલું જ પાણી બચ્યું ! કમિશનરે માગ્યું સરકાર પાસે પાણી

રાજકોટઃ ચોમાસા દરમિયાન રાજકોટમાં ભરપુર વરસાદ વરસ્યો અને જિલ્લાના અનેક ડેમ ઓવર ફ્લો થયા હતા. તેમ છતાં હાલ રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમમાં માત્ર 15…

gujarattak
follow google news

રાજકોટઃ ચોમાસા દરમિયાન રાજકોટમાં ભરપુર વરસાદ વરસ્યો અને જિલ્લાના અનેક ડેમ ઓવર ફ્લો થયા હતા. તેમ છતાં હાલ રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમમાં માત્ર 15 ફેબ્રુઆરી સુધી ચાલે તેટલું જ પાણી બચ્યું છે અને ફરીથી સરકાર પાસે નર્મદા નીરની માંગણી કરવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં આ વખતે મેઘરાજાએ જોરદાર હેત વરસાવ્યું હતું. જેમાં જિલ્લાના મોટાભાગના ડેમ ઓવરફ્લો થયા હતાં. ત્યારે મનપા તંત્ર અને લોકોને હતું કે હવે ઉનાળો સાંગોપાંગ નીકળશે પરંતુ સ્થિતિ બદલાઈ છે અને ડેમના તળિયા ઝટક થતાં મનપા કમિશનર અમિત અરોરાએ સરકાર પાસે પાણીની માંગ કરી છે.

પાણીની જરૂરિયાત ક્યાં કેટલી
રાજકોટમાં પાણી કઈ રીતે ખૂટી પડ્યું તે પણ એક પ્રશ્ન છે જોકે હાલની વાત કરીએ તો અહીં આજી ડેમમાં 15 ફેબ્રુઆરી સુધી ચાલે તેટલું પાણી છે, ન્યારી ડેમમાં 31 મે સુધી ચાલે તેટલું પાણી છે, ભાદર ડેમમાં 31 ઓગસ્ટ સુધી ચાલે તેટલા પાણીનો જથ્થો છે. તંત્ર દ્વારા હવે આજી ફિલ્ટર પ્લાન્ટ માટે નર્મદાના નીરની માગણી કરવામાં આવી છે જેમાં 1080 mcft પાણીની માગણી કરવામાં આવી છે. ફેર્બુઆરી પછી માટે 700 mcft પાણીની જરૂરિયાત ઊભી થશે તેવો અંદાજ છે. તંત્રએ ન્યારી ડેમમાં 270 mcft પાણી મળે તેવી માગ સરકાર પાસે કરવામાં આવી છે.

(વીથ ઈનપુટઃ નીલેશ શિશાંગિયા, રાજકોટ)

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp