Rajkot News: રાજકોટની એઈમ્સના પ્રમુખ પદ પરથી ડો. વલ્લભ કથીરિયા દ્વારા અચાનક રાજીનામુ ધરી દેવામાં આવ્યું છે. જેને લઈને વિવિધ ચર્ચાઓએ જોર પકડ્યું છે. આપને અહીં જણાવી દઈએ કે ડો. વલ્લભ કથીરિયા ભાજપના વરિષ્ઠ આગેવાન ઉપરાંત અગાઉ સાંસદ પણ રહી ચુક્યા છે. હમણાં સાતેક દિવસ પહેલા જ તેમને પ્રમુખ પદ પર મુકવામાં આવ્યા હતા ત્યાં અચાનક તેમનું રાજીનામું પડતા વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે.
ADVERTISEMENT
Aditya-L1 Launch: લોન્ચિંગનું કાઉન્ટડાઉન શરૂ, વૈજ્ઞાનિકો પહોંચ્યા વેંકટેશ્વર મંદિર
કેમ આપ્યું ડો. કથીરિયાએ રાજીનામું?
ડો. વલ્લભ કથીરિયાએ રાજકોટ ખાતેની એઈમ્સના પ્રમુખ પદ પર વરણી થયાના 7 જ દિવસમાં રાજીનામુ આપી દીધું છે. હવે એઈમ્સને નવા પ્રમુખ મળશે. જોકે કથીરિયાએ રાજીનામું કેમ આપ્યું તેને લઈને વિવિધ તર્ક વિતર્ક ચાલી રહ્યા છે. જરૂરથી તેમના અચાનક રાજીનામાથી રાજકીય ગલિયારાઓમાં ગરમાવો આવી ગયો છે. જોકે તેમણે સત્તાવાર રીતે રાજીનામું કેમ આપી રહ્યા છે તેની સ્પષ્ટતા કરી નથી. કોઈ નિશ્ચિત જ વિવાદ કે સમસ્યાને પગલે તેમણે આ રાજીનામું આપ્યું હોય તેવું માનવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT