‘અંદર આવો ને…’ દૂધવાળા આધેડને ઘરમાં બોલાવી મહિલાએ કપડા કાઢી નાખ્યા, પછી કર્યો મોટો કાંડ

Rajkot News: રાજકોટના જસદણમાં હની ટ્રેપનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દૂધ આપવા આધેડને ઘરની અંદર બોલાવીને મહિલાએ તેની સામે જ કપડાં ઉતારી નાખ્યા અને…

gujarattak
follow google news

Rajkot News: રાજકોટના જસદણમાં હની ટ્રેપનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દૂધ આપવા આધેડને ઘરની અંદર બોલાવીને મહિલાએ તેની સામે જ કપડાં ઉતારી નાખ્યા અને બાદમાં મહિલાએ કઢંગી હાલતમાં પતિને બોલાવી લીધો અને બાદમાં દુષ્કર્મનો કેસ કરવાની ધમકી આપીને પૈસા પડાવી લીધા હતા. જોકે બાદમાં દંપતીએ રૂ.4 લાખની માગણી કરતા આધેડે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

દૂધ આપવા આધેડને ઘરે બોલાવી કાંડ કર્યો

વિગતો મુજબ, જસદણના તલાવડી વિસ્તારમાં બજરંગ નગરમાં રહેતા 52 વર્ષના આધેડ છુટક દૂધનું વેચાણ કરે છે. ગત 1 નવેમ્બરના રોજ સવારે 9 વાગ્યે મહિલાએ ફોન કર્યો અને આધેડને 1 લીટર દૂધ આપી જવા કહ્યું હતું. આથી આધેડ દૂધ લઈને ત્યાં પહોંચ્યા અને બહારથી દૂધ આપી દીધું. જોકે મહિલાએ કહ્યું કે, ઘરમાં આવો તમને તમારા અગાઉના દૂધના પૈસાનો હિસાબ આપી દઉં. આથી તેઓ અંદર ગયા અને પલંગ પર બેઠા હતા. તેઓ કંઈ સમજે તે પહેલા જ મહિલાએ આધેડ સામે કપડા ઉતારવાનું શરૂ કરી દીધું અને તેમના પેન્ટની ચેન પણ ખોલી નાખી.

દુષ્કર્મની ફરિયાદ કરવાનું કહીને પૈસા પડાવ્યા

આ બાદ મહિલાએ કોઈને ફોન કર્યો અને તેનો પતિ દોડતો ઘરમાં આવ્યો અને અંદરના દ્રશ્યો જોઈને રાડા રાડી કરવા લાગ્યો કે આ શું કરો છો? આધેડે પોતે કંઈ ન કર્યું હોવાનું કહેતા પતિએ કહ્યું, તમે અહીંથી નીકળો હું પછી તમારી સાથે ફોનમાં વાત કરી લઈશ. બાદમાં આધેડને પતિએ ફરી ફોન કર્યો અને કહ્યું કે, અમારે તમારી પર દુષ્કર્મનો કેસ કરવો છે. આ બાદ ફરી સાંજે પતિએ ફોન કરીને રૂ.30 હજારની માંગણી કરી અને આધેડે રૂ.20 હજાર આપવાનું નક્કી કરીને પૈસા આપી દીધા. જે બાદ આરોપીએ કહ્યું કે, હવે મારો ફોન તમને નહીં આવે.

રૂ.4 લાખ માગતા આધેડે કરી પોલીસમાં ફરિયાદ

જોકે 20 દિવસ બાદ ફરી આરોપીએ ફોન કર્યો અને કહ્યું કે, પૈસા ઓછા થાય છે, તમારે 4 લાખ રૂપિયા આપવા પડશે નહીંતર અમે દુષ્કર્મની ફરિયાદ કરી દઈશું. તું આ પહેલો નથી ચોથો છે. તારી પહેલા ઘણાએ પૈસા આપીને પૂરું કર્યું છે. જોકે આધેડે પોતાના પરિવારમાં વાત કરી અને બાદમાં ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું. જે બાદ પતિ અને પત્ની સામે જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલમાં પોલીસે આરોપી દંપતીની અટકાયત કરીને તેમને રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

    follow whatsapp