રાજકોટ: રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોકમાં ઓમેગા સુપર માર્કેટ ધરાવતા 29 વર્ષના એક વેપારીએ પોતાની જ ઓફિસમાં ફાંસો ખાઈને આપઘાત કરી લીધો. વેપારીએ ઓનલાઈન કંપનીમાં 75 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ નાણાં ડૂબી જવાની ચિંતામાં તેણે આપઘાત કરી લીઘો હતો.
ADVERTISEMENT
વિગતો મુજબ રાજકોટના પંચાયત ચોરમાં અલ્પેશ કોરડિયા નામનો યુવક સુપરમાર્કેટ ધરાવતો હતો. યુવકનો અચાનક ફોન બંધ આવતા તેની પત્ની સુપર માર્ટ પહોંચી હતી. ત્યાં જોયું તો પતિએ ઓફિસમાં જ પંખા સાથે ઈલેક્ટ્રિક વાયર બાંધીને ફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતા જ પરિવારનો સભ્યો તથા યુનિવર્સિટી પોલીસ ત્યાં દોડી હતી હતી. ત્યારે અલ્પેશે લખેલી ચાર પાનાની સુસાઈડ નોટ પણ પોલીસને મળી આવી હતી.
પોલીસ મુજબ અલ્પેશ અલગ અલગ કંપનીઓમાં રોકાણ કરતો હતો. થોડા દિવસ પહેલા જ તેણે કોઈ કંપનીમાં ઓનલાઈન રૂ. 75 લાખનું રોકાણ કર્યું હતું. જોકે આ પૈસા ડૂબી જવાની ચિંતામાં થોડા દિવસથી તે પરેશાન રહેતો હતો. ત્યારે આ ચિંતામાં જ તેણે આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ સાથે જ અલ્પેશે પરિવાર માટે લખેલી એક સુસાઈડ નોટ પણ મળી હતી. જેમાં તેણે લખ્યું હતું, પપ્પા મને માફ કરજો, હું તમારી સાર-સંભાળ રાખી શક્યો નથી, જવાબદારી નીભાવી શક્યો નથી. જ્યારે માતાને ઉદ્દેશીને લખ્યું હતું કે, હુ તમારી સાથે નહીં રહી શકું, તો પત્નીને દીકરાનું ધ્યાન રાખવા માટે કહ્યું હતું.
ADVERTISEMENT