રાજકોટ : સમગ્ર ગુજરાતમાં ચર્ચિત બનેલા જેતપુર તાલુકાના જેતલસર પંથકના સૃષ્ટિ રૈયાણી મર્ડર કેસના 722 દિવસ (આશરે 2 વર્ષ) બાદ જેતપુર સેશન્સ કોર્ટે રાત્રે 12 વાગ્યે ચુકાદો આપ્યો હતો. ન્યાયાધીશે સગીરા પર છરીના 36 ઘા મારનારા આરોપી જયેશને દોષીત ઠેરવ્યો હતો. જયેશે એક તરફી પ્રેમમાં યુવતી પર હિચકારો હુમલો કરીને તેને છરીના 36 ઘા મારીને તેની હત્યા કરી હતી. આ કેસમાં 10 માર્ચે કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવશે. જ્યારે તેને દોષિત ઠેરવવામાં આવ્યો ત્યારે કોર્ટમાં પગ મુકાય તેટલી પણ જગ્યા નહોતી.
ADVERTISEMENT
જેતલસર ગામનો રહેવાસી જયેશ સરવૈયા રાક્ષસ બન્યો
જેતલસર ગામે રહેતા જયેશ ગિરધરભાઇ સરવૈયા નામના યુવાને ગામની જ યુવતી સૃષ્ટિ કિશોરભાઇ રૈયાણી નામની તરૂણીના એકતરફી પ્રેમમાં પાગલ હતો. જેને પામવા માટે તે વારંવાર તે તેનો પીછો કરવો પરેશાન કરવી જેવી હરકતો કરતો રહેતો હતો. ધોરણ 11 માં અભ્યાસ કરતી સૃષ્ટિનો વારંવાર પીછો કરતો રહેતો હતો. તે 16 માર્ચે 2021 ના રોજ તરૂણીના પિતા કિશોરભાઇ અને માતા શીતલબેન ખેતરી ગયા હતા. મોકો જોઇને તે ઘરમાં ઘુસી ગયો હતો અને તરૂણીને લગ્ન માટે દબાણ કર્યું હતું અને તેની સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સૃષ્ટિ તેને તાબે ન થતા તે માનવ મટીને પશુ બની ગયો હતો.
સૃષ્ટીને લાંબા સમયથી પરેશાન થઇ ગયો હતો
ઉશ્કેરાઇ જઇને જયેશે તું મારી નહી થાય તો કોઇની પણ નહી થવા દઉ તેમ કહીને પહેલા તેને માર મારવાનું શરૂ કર્યું હતું. જો કે સૃષ્ટિએ બુમાબુમ કરતા જયેશે છરી કાઢી હતી.સૃષ્ટિ પર તુટી પડ્યો હતો. સૃષ્ટિ પર 1-2 નહી પરંતુ 32 ઘા માર્યા હતા. દરમિયાન તેનો સગીર ભાઇ હર્ષ દોડી આવ્યો હતો. તે વચ્ચે પડ્યો હતો તો જયેશે તેને પણ છરીના ઘા માર્યા હતા. ત્યાંથી ફરાર થઇ ગયો હતો. બીજી તરફ બુમાબુમના કારણે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. હર્ષને પણ 8 જેટલા છરીના ઘા વાગ્યા હતા તે ઘરની બહાર જ ફસડાઇ પડ્યો હતો. બંન્ને ભાઇબહેનને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખસેડાયા હતા.
ઘટનાના પડઘા રાજ્યસ્તરે પડ્યા હતા
બીજી તરફ ઘટના બાદ ગામ તથા આસપાસના વિસ્તારમાં અરેરાટી વ્યાપી હતી. પોલીસ પણ આરોપીને પકડી નહી શકતા આરોપીને ઝડપી પકડવા માટે પોલીસ પર દબાણ થયું હતું. ત્રણ દિવસ બાદ જયેશ ઝડપાઇ ગયો હતો. આ ઘટનાએ રાજનીતિક રંગ પણ પકડ્યો હતો. અનેક મોટા મોટા ગજાના નેતાઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. સરકારે પણ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવાની માંગ કરી હતી. સરકારે પણ શક્ય તેટલી તમામ મદદની માંગ કરી હતી. આ કેસની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના થઇ હતી. સીટ દ્વારા 200 પાનાની ચાર્જશીટ અપાઇ હતી. બે વર્ષ ચાલેલા કેસમાં 51 સાક્ષીઓની જુબાનીના આધારે આજે દોષ સાબિત થયો હતો. 10 માર્ચે સજા ફટકારવામાં આવશે.
ADVERTISEMENT