રાજકોટ-ગોંડલ હાઈવે પર ટ્રક, ઈકો, રીક્ષા અને બસ વચ્ચે અકસ્માત, રીક્ષામાં સવાર પેસેન્જરનું મોત

Rajkot News: રાજકોટમાં ગોંડલ નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ખાનગી બસ, ઈકો કાર, ટ્રક અને પેસેન્જર રીક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં રીક્ષા ચાલકને ઈજાઓ પહોંચી હતી, જ્યારે રીક્ષામાં સવાર એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. અકસ્માતની ઘટનાને લઈને હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Rajkot

Rajkot

follow google news

Rajkot News: રાજકોટમાં ગોંડલ નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ખાનગી બસ, ઈકો કાર, ટ્રક અને પેસેન્જર રીક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં રીક્ષા ચાલકને ઈજાઓ પહોંચી હતી, જ્યારે રીક્ષામાં સવાર એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. અકસ્માતની ઘટનાને લઈને હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બસ ટર્ન લેવા જતા ટ્રકે મારી ટક્કર

વિગતો મુજબ, રાજકોટ-જેતપુર 6 લેનનો રોડ બનતો હોવાથી હાઈવે ઓથોરિટી દ્વારા અનેક જગ્યાએ ડિવાઈડરો તોડીને રસ્તો કરી નખાયો છે, જેના કારણે હાઈવે પર અનેક અકસ્માત થતા હોય છે. એવામાં આજે રાજકોટથી ગોંડલ તરફ જતી બસ ડિવાઈડર નજીકથી ટર્ન લેવા માટે ઊભી હતી. આ દરમિયાન રાજકોટથી ગોંડલ જતા ટ્રકે બસને પાછળથી ટક્કર મારી હતી. જેના કારણે ગોંડલથી રાજકોટ જતી ઈકો સાથે બસ અથડાઈ હતી અને ટ્રક ડાબી સાઈડ ટર્ન લઈને રીક્ષા સાથે અથડાઈ હતી. આમ એકસાથે 4 વાહનોનો અકસ્માત સર્જાયો હતો. 

રીક્ષામાં જતા મુસાફરનું મોત

અકસ્માતના કારણે રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. રીક્ષામાં મુસાફરી કરી રહેલા એક ચાલક જેનું મોત થઈ ગયું હતું, જ્યારે રીક્ષા ચાલકને ઈજાઓ પહોંચતા સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને લઈને પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહને ઈકો કારમાં પોસ્ટમોર્ટમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. 

    follow whatsapp