Rajkot Game zone Fire: રાજકોટ શહેરના નાના મૌવા રોડ પર આવેલા TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં 28 જેટલા લોકોના મૃત્યુ નિપજ્યાં છે. આ ઘટનાના ભયાનક CCTV દ્રશ્યો સામે આવ્યા છે. જેનો વીડિયો જોઈ તમે હચમચી જશો.
ADVERTISEMENT
5 કિલોમીટર સુધી દેખાતા હતા ધુમાડા
આગની જાણ થતાં ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને અંદર ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ હાથ ધર્યું હતું, સાથે જ આગ ઓલવવાની તજવીજ હાથ ધરી હતી. આ આગ એટલી ભયાનક હતી કે તેના ધૂમાડા ગોટેગોટા 5 કિલોમીટર સુધી દેખાયા હતા. રાજકોટમાં TRP ગેમ ઝોન આગ દુર્ઘટના કેસમાં સતત નવી અપડેટ સામે આવી રહી છે.
6 લોકો સામે નોંધી ફરિયાદ
આ કેસમાં રાજકોટ તાલુકા પોલીસ પોતે ફરિયાદી બની છે. પોલીસે આ મામલે કુલ 6 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે. જેમાં ધવલભાઈ ભરતભાઈ ઠક્કર, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કીરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ કનૈયાલાલ હીરન, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, રાહુલ લલીતભાઈ રાઠોડનો સમાવેશ થાય છે.
આ કલમ મુજબ નોંધાયો ગુનો
પોલીસે તમામ આરોપીઓ સામે આઈ.પી.સી કલમ 304, 308, 337, 338, 114 મુજબ ગુનો નોંધ્યો છે. FIR માં જણાવવામાં આવ્યું છે કે, TRP ગેમ ઝોનના સંચાલકો આરોપી ધવલ કોર્પોરેશનના પ્રોપરાઈટર (1) ધવલભાઈ ભરતભાઈ ઠક્કર તથા રેસ વે એન્ટરપ્રાઈઝના ભાગીદારો (2) અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, (3) કીરીટસિંહ જગદીશસિંહ જાડેજા, (4) પ્રકાશચંદ કનૈયાલાલ હીરન, (5) યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, (6) રાહુલ લલીતભાઈ રાઠોડ તથા તપાસમાં ખુલે તે તમામ ઈસમોએ આશરે 50 મીટર પહોળું અને આશરે 60 મીટર લાબું અને બેથી ત્રણ માળ જેટલું ઉંચું લોખંડ તથા પતરાનું ફેબ્રીકેશનથી માળખું ઉભું કરીને ગેમ ઝોન બનાવી આ ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના બને તો તેને પહોંચીવળી આગને રોકી મનુષ્યજીવનને બચાવી શકાય તેવા કોઈ અસરકારક ફાયર ફાયટીંગના સાધનો રાખ્યા વગર ઉપરાંત અગ્નિશમન વિભાગની NOC કે પ્રમાણ મેળવ્યા વગર આ જોખમી જગ્યામાં ગેમ ઝોન ચલાવી રહ્યા હતા.
ADVERTISEMENT