રાજકોટ : ધુળેટીનું પર્વ રક્તરંજિત બન્યું છે. જ્યાં વહેલી સવારે માતાજીના નામે માનસિક અસ્થિર મગજના એક નેપાળી વ્યક્તિએ પોતાના જ પરિવાર પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. જેમાં તેની ત્રણ માસની નવજાત દીકરીનું કરૂણ મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે ચકચાર મચી ગઇ છે. આ ઉપરાંત 4 વર્ષીય પુત્ર અને પત્ની બંન્ને ઘાયલ થતા તેમને તાત્કાલિસ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસે આરોપી પ્રેમસંગ નેપાળીની અટકાયત કરી છે. મૃતક બાળકીની માતા બસંતીનું નિવેદન લીધું છે.
ADVERTISEMENT
પ્રેમસંગને માતાજી આવ્યા અને તે પરિવાર પર પશુની જેમ તુટી પડ્યો હોવાનો દાવો
જો કે પતિ પ્રેમસંગ નેપાળી માનસિક અસ્થિર છે. તેણે માતાજી આવતા આવો હુમલો કર્યો છે. માતાજીએ જણાવ્યું કે, પરિવારના બધાને મારી નાખ તેવું જણાવતા છરી વડે હુમલો કર્યો હતો અને અમને તમામને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં મારી પુત્રીને વાગતા તેનું મોત નિપજ્યું હતું. જ્યારે મારો પુત્ર અને મને ઇજા પહોંચી હતી. મારા પતિ કોઇ કામધંધો કરતા નથી. વાહનો સાફ કરીને અમે પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ. હાલ તો પોલીસે સમગ્ર મામલે પોલીસે કેસ દાખલ કરીને તપાસ આદરી છે. આરોપીની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
પતિ કોઇ કામ ધંધો કરતો નહોતો અને અંધશ્રદ્ધાના રવાડે ચડી ગયો હતો
પોલીસે આપેલી માહિતી અનુસાર ઇન્દિરા સર્કલ પાસે આવેલા અજંતા એપાર્ટમેન્ટમાં વહેલી સવારે 4.30 વાગ્યાની આસપાસ છરી વડે પોતાના પરિવાર પર હિંસક હુમલો કર્યો હતો.જેમાં પત્ની બસંતી (ઉ.વ 25) અને 4 વર્ષીય પુત્ર નિયત ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યો હતો. પતિ અચાનક પશુ બની ગયો હતો. સમગ્ર મામલે સ્થાનિક લોકોએ બુમાબુમ સાંભળતા દોડી આવ્યા હતા. પ્રેમપ્રસંગને પકડ્યો હતો. જ્યારે પોલીસને જાણ કરી હતી. ઇજાગ્રસ્ત પત્ની અને પુત્રીને સારવાર માટે ખસેડ્યા હતા.
ADVERTISEMENT