રાજકોટઃ રાજકોટમાં હત્યા, લૂંટ, ચોરીના ગુનાઓ જાણે રોજીંદા બનતા જાય છે. રાજકોટના કાલાવડ રોડ પર આવેલા મોટા મૌવા ગામ ખાતે એક પુત્રએ પોતાના પિતાનું ઢીમ ઢાળી દીધું છે. કામ ધંધો ના કરતા પિતાને પુત્રએ હથોડાના ઘા કરીને પતાવી દીધાની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. પોલીસે આ મામલામાં મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી આરોપી પુત્રની ધરપકડ કરી છે.
ADVERTISEMENT
ઘટના શું બની?
રાજકોટના કાલાવડ રોડ પરના મોટા મૌવા ગામે ફુલવાડી પાર્ક શેરીમાં રહેતા 54 વર્ષિય નાથાભાઈ પરમારની તેમના જ પુત્ર 23 વર્ષિય ધર્મેશ પરમારે હથોડાના ઘા કરી હત્યા કરી છે. મામલે મૃતકના પત્ની એટલે કે ધર્મેશના માતા મણીબેન પરમારે ફરિયાદ નોંધાવી છે. તાલુકા પોલીસ મથકના પીઆઈ વી આર પટેલનું કહેવું છે કે, મૃતક નાથાભાઈ તેમની પત્ની મણીબહેન એટલે કે ધર્મેશની માતા સાથે ઘણી વખત માથાકૂટો કર્યા કરતો હતો. મૃતક પોતે તો કોઈ કામ ધંધો કરતો ન હતો પરંતુ ઘર ચલાવવા માટે મણીબેનને છૂટક મજુરી કરવી પડતી હતી. ઉપરાંત સ્કૂલમાં પ્યૂન તરીકે કામ કરી તે મહિને ત્રણ ચાર હજાર જેટલો પરિવારમાં ટેકો કરતી હતી. જોકે પિતાની માથાકૂટો અને આ હરકતોથી પુત્ર ધર્મેશ ખુબ ગુસ્સે થતો હતો.
રાજકોટની સિનર્જી હોસ્પિટલની યુવાન ડોક્ટરે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું, લાશ બદલાઈ જતા તંત્ર દોડતું
આ મામલાને લઈને આજે પિતા પુત્ર વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. મામલો એટલો બિચક્યો કે ગુસ્સામાં ભરાયેલા ધર્મેશના હાથમાં હથોડી આવી જતા તેણે પિતાના માથામાં ફટકારી દીધી હતી. જેના કારણે નાથાભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ગંભીર ઈજાઓને કારણે તેમનું મોત થયું હતું. મામલાને લઈને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરતા ધર્મેશની ધરપકડ કરી હતી અને મૃતક નાથાભાઈની લાશને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી હતી.
ADVERTISEMENT