રજનીકાંત જોશી/દ્વારકા: દેશના પશ્ચિમ કાંઠે આવેલા જગવિખ્યાત દ્વારકાધીશ મંદિરમાં વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવતા હોય છે. દ્વારકાધીશમાં આસ્થા ધરાવતા આ પરમ ભક્તો ઘણીવાર સોના-ચાંદીના દાગીના ભગવાનને અર્પણ કરતા હોય છે. ત્યારે દ્વારકાધીશ મંદિરમાં શ્રીજીને સોનાનો મુગટ ગુજરાતના એક ભક્ત દ્વારા અર્પણ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
275 ગ્રામ સોનાથી બન્યો છે મુગટ
આજે અપરા એકાદશીના દિવસે મૂળ રાજકોટના ભુપતસિંહ દિલુભા જાડેજાના પરિવારે દ્વારકાધીશ મંદિરમાં મુલાકાત લઈને શ્રીજીને સોનાનું મુગટ અર્પણ કર્યો હતો. આ મુગટમાં અંદાજે 275 ગ્રામ સોનું છે. માની લઈએ કે આ મુગટ 18 કેરેટ સોનામાંથી બન્યો હોય તો પણ તેની કિંમત 11 લાખ રૂપિયાથી પણ વધુ થવા જાય છે.
માનતા પૂરા થતા ભક્તો શ્રીજીને ભાવપૂર્વક વસ્તુઓ અર્પણ કરે છે
નોંધનીય છે કે, દ્વારકાધીશ મંદિરમાં અનેક ભક્તો માનતા રાખતા હોય છે અને આ માનતા પૂરી થવા પર મંદિરમાં આવીને શ્રીજીને ભેટ અર્પણ કરતા હોય છે. ક્યારેક મુગટ, ચરણ પાદુકા, વાંસળી કે કમરબંધના સોના-ચાંદીના દાગીના ભાવ પૂર્વક અર્પણ કરતા હોય છે. આ ભેટ દ્વારકાધીશ દેવસ્થાન સમિતીમાં જમા કરવાય છે અને વારે તહેવારે દ્વારકાધીશને પહેરાવવામાં આવે છે.
ADVERTISEMENT