Rajkot News: રાજકોટમાં એક દુઃખદ બનાવ બન્યો છે. રાજકોટમાં સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી 2 માસુમ બાળકીઓના મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાયો છે. નેપાળી પરિવારની બે માસુમ બાળાના મોતથી નેપાળી પરિવાર અને આજુબાજુમાં રહેતા લોકોમાં કરૂણકલ્પાંત સર્જાયો છે. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT
એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડમાં રમી રહી હતી બાળકી
મળતી માહિતી અનુસાર, રાજકોટ શહેરના રૈયા રોડ પર આવેલ શિલ્પન ઓનેક્સ હાઈટ્સ (Shilpan Onyx) માં રહેતા અને ચોકીદારી કરતા બે નેપાળી પરિવારની બે બાળકી મેનુકા પ્રકાશસિંહ (ઉં.વ 3) અને પ્રકૃતિ ગોકુલચંદ (ઉં.વ 3) રાત્રીના સમયે એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડમાં રમી રહી હતી.
સ્વિમિંગ પૂલમાંથી મળ્યા મૃતદેહ
બંને બાળકીઓ એકદ કલાક પછી પણ ઘરે ન આવતા પરિવારજનો એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડમાં પહોંચ્યા હતા. આ દરમિયાન બંને બાળકી ત્યાં જોવા ન મળતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન બંને બાળકીઓના મૃતદેહ સ્વિમિંગ પૂલમાં તરતા જવા મળ્યા હતા.
તબીબે બંનેને જાહેર કરી મૃત
જે બાદ પરિવારજનો તાત્કાલિક બંને બાળીને લઈને હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, હોસ્પિટલ ખાતે ફરજ પર હાજર તબીબે બંને બાળકીને મૃત જાહેર કરી હતી. આ અંગેની જાણ થતાં યુનિવર્સિટી પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, મૃતક મેનુકા માતા-પિતાની એકની એક લાડલી દીકરી હતી, જ્યારે મૃતક પ્રકૃતિને એક ભાઈ પણ છે.
પોલીસે તપાસ હાથ ધરી
હાલ પોલીસે બંને બાળકીઓ સ્વિમિંગ પૂલ ચારેય બાજુ કાંચથી કવર કરેલો છે અને નીચે ઉતરવા માટે એક બારણું પણ બનાવવામાં આવ્યું છે તો બંને બાળકી સ્વિમિંગ પુલમાં કેવી રીતે ગઈ તે માટે તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT