રાજકોટઃ જિલ્લાના એક અખબારના તંત્રી વિરૂદ્ધ પોલીસે ફરિયાદ નોંધી હતી. આ પત્રકાર અનિરૂદ્ધ નકુમે એક અહેવાલ લખ્યો હતો જેના ભાગ રૂપે તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. જોકે આ મુદ્દે અન્ય સ્થાનિક પત્રકારોની સહાયથી ફરિયાદ પરત કરવામાં આવી હતી. નોંધનીય છે કે ત્યારપછી રાજકોટમાં ઝોન-1ના DCP પ્રવીણકુમાર મીણાએ આ પત્રકાર વિરૂદ્ધ વધુ એક ફરિયાદ નોંધવી દેતા ચકચાર મચી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે આ મુદ્દો 3 મહિના જુનો છે. તેમણે પત્રકાર વિરૂદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરી છે.
ADVERTISEMENT
3 જૂનના દિવસે પત્રકાર અને પોલીસ વચ્ચે ઘર્ષણ
DCP પ્રવીણકુમાર મીણાએ ફરિયાદમાં 3 જૂન 2022ના દિવસે થયેલી ઘટના વિશે જણાવ્યું હતું. આ દરમિયાન મોટાભાગના પત્રકારો રાજકોટ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની બાઈટ જોઈતી હતી. આ દરમિયાન પોલીસ અને પત્રકાર વચ્ચે થયેલા ઘર્ષણના પગલે મુદ્દો ગરમાયો હતો. પ્રવીણ કુમારની ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે ત્યારપછી આ પત્રકારે પોતાના અખબારમાં અપમાન જનક જાતિવાચક શબ્દનો પ્રયોગ કર્યો હતો. આ અંતર્ગત DCPએ પત્રકાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.
DCPએ નોંધાયેલી FIR પ્રમાણે…
પ્રવીણકુમારે પોતાની FIRમાં ઉલ્લેખ કર્યો હતો કે 3 જૂન 2022ના દિવસે રાજકોટ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની બાઈટ લેવા માટે પત્રકારો આવ્યા હતા. આ દરમિયાન એરપોર્ટ પ્રિમાઈસિસ પર પત્રકારોએ વીડિયો અને ફોટો પાડવાનું ચાલુ રાખ્યું હતું. જેના પરિણામે પોલીસે તેમને રોક્યા હતા. પરંતુ ત્યારપછી મામલો બીચક્યો અને એકબીજા સાથે બોલાચાલી થવા લાગી હતી.
નોંધનીય છે કે આ વિવાદ વકરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પત્રકાર સાથે માફી માગી હતી. જોકે ત્યારપછી આ વિવાદ અંગે અનિરૂદ્ધ નકુલે પોતાના અખબારમાં એક વિવાદિત ન્યૂઝ છાપ્યા હતા. જેના ભાગરૂપે DCPએ FIR નોંધાવી તેમની સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી દીધી છે.
ADVERTISEMENT