રાજકોટઃ ગુંડાતત્વોનો આતંક, પેટ્રોલ ભરાવ્યા પછી કર્યો છરીથી હુમલો- CCTV

રાજકોટઃ રાજકોટમાં હથિયારો લઈને કાયદો તોડનારાઓ એક નહીં અનેક થઈ ગયા છે અને તેમની સંખ્યા પણ સતત વધી રહી છે, પોલીસનો કોઈ ડર નહીં, કાયદાનો…

Rajkot

Rajkot

follow google news

રાજકોટઃ રાજકોટમાં હથિયારો લઈને કાયદો તોડનારાઓ એક નહીં અનેક થઈ ગયા છે અને તેમની સંખ્યા પણ સતત વધી રહી છે, પોલીસનો કોઈ ડર નહીં, કાયદાનો કોઈ ખૌફ નહીં. બેફામ બનેલા આવા તત્વોના કારણે સામાન્ય લોકોને સતત પરેશાનીનો ભોગ બનવું પડતું હોય છે. આવું જ કાંઈક આ પેટ્રોલ પંપ પર કામ કરતા કર્મચારીઓ સાથે થયું છે. બેફામ અને ફાટીને ધૂમાડે ગયેલા લુખ્ખા તત્વો કાયદાના ડર વગર અહીં ખુલ્લેઆમ છરી વડે હુમલો કરી દે છે. ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે અને હવે પોલીસે તેમને ઝડપીને તે જ પેટ્રોલ પંપ પાસે સરઘસ કાઢી માફી મગાવવી છે ઉપરાંત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સદનસીબે કર્મચારીનો થયો બચાવ
રાજકોટમાં લુખ્ખા તત્વો જાણે બેફામ બન્યા હોય તેવુ લાગી રહ્યુ છે.પોલીસનો જાણે કોઈ ખોફ ના હોય તેમ હથિયારો લઈ લુખ્ખાગિરિ કરવા નીકળી પડ્યા છે ત્યારે શહેરના બી ડિવિજન વિસ્તામાં આવેલા પેટ્રોલ પંપમાં બે આવારા તત્વો દ્વારા પેટ્રોલ પુરાવા જેવી સામાન્ય બાબતે પેટ્રોલ પંપ કર્મચારી ઉપર છરી વડે હૂમલો કરવામાં આવ્યા હતો. સદનસીબે કર્મચારી જીવ બચાવવા ત્યાંથી ભાગી જવામાં સફળ રહ્યો હતો. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ વાયરલ થતાં બી ડિવિજન પોલીસ દ્વારા બન્ને લુખ્ખા તત્વોને ગણતરીની કલાકોમાં પકડી કાયદાનું ભાન કરવામાં આવ્યું હતું.

(ઈનપુટઃ નીલેશ શિશાંગિયા, રાજકોટ)

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

 

    follow whatsapp