Rajkot: ખાતરની આડમાં દારુ ભર્યો ટ્રોલીમાં, ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો જથ્થો

રાજકોટઃ રાજકોટમાં દારુની બદીને સતત ધમધમતી રાખવા બુટલેગરો નીતનવા કીમિયા અજમાવતા રહે છે. જોકે પોલીસ પણ આવા ઘણા કીમિયાનો પર્દાફાશ કરી ચુકી છે. પણ હાલમાં…

Rajkot, Crime branch,

Rajkot, Crime branch,

follow google news

રાજકોટઃ રાજકોટમાં દારુની બદીને સતત ધમધમતી રાખવા બુટલેગરો નીતનવા કીમિયા અજમાવતા રહે છે. જોકે પોલીસ પણ આવા ઘણા કીમિયાનો પર્દાફાશ કરી ચુકી છે. પણ હાલમાં જ રાજકોટમાં એક અલગ જ ભેજું દોડાવીને બુટલેગરે દારુની હેરફેર કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેને તેમાં નિષ્ફળતા મળી છે. થયું એવું છે કે બુટલેગરે ખાતરની આડમાં ટ્રોલી ભરીને તેમાં દારુ છૂપાવ્યો હતો. જોકે 960 બોટલ વિદેશી દારુ સાથે માલ પકડાઈ ગયો હતો.

ખાતરમાં છૂપાવ્યો દારુ
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક સફળ કાર્યવાહીમાં ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ બી ટી ગોહિલ અને પેટ્રોલિંગમાં હતા. તેમની સાથે અન્ય ટીમ પણ કામગીરી પર હતી. દરમિયાન રતનપર ગામ ખાતે મોરબી રોડ પર એક નંબર પ્લેટ વગરનું ટ્રેક્ટર ખાતર લઈને નીકળવાનું છે તેમાં દારુ છુપાવાયેલો હોવાની વિગતો પોલીસને પોતાના નેટવર્કથી મળી ગઈ હતી. પોલીસે જેવું આ ટ્રેક્ટર જોયું તો તેને અટકાવી પુછ્યું કે શું છે. તો ખાતર હતું પરંતુ પોતાની ચોક્કસ માહિતીને પગલે પોલીસે ખાતરમાં તપાસ કરી તો તેમાંથી દારુની બોટલો મળી આવી હતી.

શંકર ચૌધરીનું ફરી કદ વધ્યું, બનાસ ડેરીના ચેરમેન તરીકે બિનહરીફ વરણી

કોનો હતો માલ, કોને કરવાનો હતો સપ્લાય- તપાસ શરૂ
પોલીસે ટ્રેક્ટર સહિત ચાલકને અટકમાં લઈ તપાસ કરતાં અંદરથી 960 બોટલ વિદેશી દારુ મળી આવ્યો હતો. ટ્રેક્ટર સહિત પોલીસે 10.82 લાખનો મુદ્દામાલ આ સાથે જ જપ્ત કરી લીધો હતો અને અનવરખાન ઉર્ફે અનીલ મીર (ઉં.વ. 26) કે જે ટ્રેક્ટરનો ડ્રાઈવર હતો તેને ઝડપી પાડ્યો હતો. હવે આ માલ કોણે મોકલ્યો અને કોને સપ્લાય કરવાનો હતો તે સહિતની વિગતો પર પોલીસ તપાસ કરશે.

    follow whatsapp