રાજકોટમાંથી રૂ.100 અને 500ની ડુપ્લિકેટ નોટોનું કૌભાંડ ઝડપાયું, ઘરમાં છાપેલી 23.44 લાખની નકલી નોટ મળી

નિલેશ શિશાંગિયા/રાજકોટ: 2000ની નોટ બંધ થવાના RBIના નિર્ણય વચ્ચે રાજકોટમાં 500 અને 100ની ડુપ્લીકેટ નોટોનું કૌભાંડ ઝડપાયું છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રાજકોટના ત્રણ વ્યક્તિઓને સકંજામાં…

gujarattak
follow google news

નિલેશ શિશાંગિયા/રાજકોટ: 2000ની નોટ બંધ થવાના RBIના નિર્ણય વચ્ચે રાજકોટમાં 500 અને 100ની ડુપ્લીકેટ નોટોનું કૌભાંડ ઝડપાયું છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રાજકોટના ત્રણ વ્યક્તિઓને સકંજામાં લેવામાં આવ્યા છે. પોલીસે 24,44,500 ની 500 અને 100 ની ડુપ્લીકેટ નોટો સાથે નિકુંજ અમરશીભાઈ ભાલોડીયા, વિશાલ બાબુભાઇ ગઢીયા, વિશાલ વસંતભાઈ બહુદ્ધદેવને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે.

100 અને 500ની 4957 નોટ મળી
રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ PI અને તેમની ટીમ દ્વારા નકલી નોટો અંગે ચોક્કસ બાતમીના આધારે બે અલગ અલગ જગ્યાએ રેડ પાડી હતી. જેમાં શહેરના સાધુવાસવાણી રોડ પર પાટીદાર ચોક નજીક પામ સિટી પાસે નીરા ડેરી અને મોરબી રોડ પર અમૃત પાર્કમાં એક મકાનમાં દરોડા પાડ્યા હતા. જેમાં રૂ.100 અને 500ની 23.44 લાખની નકલી નોટો ઝડપી પાડવામાં આવી હતી. જેમાં 100 ની નકલી નોટ 335 અને રૂ.500ની 4622 નકલી નોટો મળી કુલ 4957 નંગ ઝડપી પાડયા હતા.

ઘરમાં પ્રિન્ટરથી છાપતા હતા નકલી નોટ
રાજકોટના મોરબી રોડ પર રહેતા નિકુંજ ભાલોડીયાના મકાનમાં અલગ અલગ નોટ સ્કેન કરી ત્યાર બાદ જેપીજી ફાઈલને ફોટોશોપમાં એડિટિંગ કરી કલર પ્રિન્ટર મારફત દ્વારા આ તમામ 4957 નોટ બનાવી હતી. ફિલહાલ રાજકોટ પોલીસ તપાસ કરી રહી છે કે આ લોકોએ કઈ કઈ નોટોનું ડુપ્લિકેશન કર્યું છે અને કેટલા પ્રમાણમાં કર્યું છે.

    follow whatsapp