નિલેશ શિશાંગિયા.રાજકોટઃ છેલ્લા ઘણા સમયથી રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકારણ અને ચર્ચાનું કેન્દ્ર બની છે. અહીં ચેરમેન સહિતના હોદ્દેદારોના રાજીનામા પડ્યા પછી રાજકારણનો પારો ગુજરાતમાં વધી રહેલી ગરમીના પારાની જેમ વધી રહ્યો છે. હાલમાં જ જ્યાં ભાજપ પ્રદેશ પ્રમુખ સાથે આ હોદ્દેદારોની મીટિંગ થઈ અને ત્યાં જ રાજીનામા વાળો એંગલ પણ જોડાયો હતો ત્યારે આજે વધુ એક ગંગાજળના રાજકારણનો તડકો પણ લાગ્યો છે. ગુજરાતમાં વિપક્ષ ક્યાંય દેખાતું નથી તેવું માનનારાઓ માટે પણ આ ઘટના નોંધનીય બની છે.
ADVERTISEMENT
રાજીનામાઓ પછી રાજકારણ થયું ગરમ
રાજકોટમાં ચેરમેન સહિત તમામ હોદ્દેદારોએ રાજીનામાં આપ્યા હતા, બે દિવસ પહેલા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ને તમામ આગેવાનો મળ્યા હતા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ હોદ્દેદારોએ સ્વૈચ્છીક રાજીનામાં આપ્યા હતા, જેમાં 1.અતુલ પંડિત ચેરમેન શિક્ષણ સમિતિ,રાજકોટ. 2.સંગીતાબેન છાયા વાઇસ ચેરમેન, શિક્ષણ સમિતિ રાજકોટ સહિતના કુલ 15 સભ્યોએ રાજીનામાં આપ્યા હતા. ટપોટપ પડેલા રાજીનામાઓથી સમિતિનું રાજકારણ તો ગરમાયું જ હતું.
તાલાલાની કેરીની આજથી બજારમાં સત્તાવાર સીઝન શરૂઃ પહેલું બોક્સ 21000માં ખરીદાયું
કાર્યકરોને પોલીસ ઉચકી ગઈ
ત્યારે આ મામલાને લઈને જેને લઇ આજે રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને સ્વરછ કરવા રાજકોટ કોંગ્રેસના કાર્યકરો શિક્ષણ સમિતિની કચેરી પર ગંગાજળ લઈને પહોંચ્યા હતા. શિક્ષણ સમિતિને સ્વચ્છ કરી ગંગા જળ છાટવામાં આવ્યું હતું, પરંતુ વર્તમાન સમયમાં વિરોધ કરતા પહેલા જ પોલીસ જેતે કાર્યકરોની અટકયાત કરતી હોઈ છે, બસ એવી જ રીતે રાજકોટ કોંગ્રેસના કાર્યકરોની રાજકોટ પોલીસ દ્વારા અટકાયકત કરવામાં આવી હતી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT