રાજકોટનો વેપારી લૂંટાયોઃ મુંબઈની બારગર્લ સાથે મિત્રતા પડી ભારે, બ્લેકમેલ કરીને પૈસા પડાવ્યા

Gujarat Tak

13 Jun 2024 (अपडेटेड: Jun 13 2024 3:29 PM)

Rajkot Crime News: રાજકોટના એક વેપારીને અજાણી યુવતી સાથે મિત્રતા ભારે પડી છે. યુવતીએ વેપારીના ફોટા અને વીડિયો ઉતારી તેને બ્લેકમેલ કરીને લાખો રૂપિયા પડવ્યા હોવાનું સામે આવ્યું છે.

 Rajkot Crime News

રાજકોટનો વેપારી લૂંટાયો

follow google news

Rajkot Crime News: રાજકોટના એક વેપારીને અજાણી યુવતી સાથે મિત્રતા ભારે પડી છે. યુવતીએ વેપારીના ફોટા અને વીડિયો ઉતારી તેને બ્લેકમેલ કરીને લાખો રૂપિયા પડવ્યા હોવાનું સામે આવ્યું છે. હાલ વેપારીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને યુવતીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

વેપારીને ખરાબ અનુભવ થયો

ભક્તિનગર પોલીસે ઈમિટેશનનો ધંધો કરતાં 34 વર્ષીય રાહુલ (નામ બદલેલ છે)ની ફરિયાદના આધારે વેસ્ટ દિલ્હી તિલકનગરમાં રહેતી ખુશ્બુ સતિષકુમાર નામની યુવતીની ધરપકડ કરી છે. વેપારીએ જણાવ્યું છે કે હું રાજકોટના અલગ-અલગ વેપારીઓ પાસેથી ઈમિટેશનનો માલ હોલસેલમાં ખરીદુ છું અને મુંબઈ, કુર્લા, ભુવનેશ્વર, કલ્યાણ, મલાડ સહિતના વિસ્તારના વેપારીઓને આ માલ હોલસેલમાં વેંચુ છું. બાર વર્ષથી મુંબઈના અલગ-અલગ વિસ્તારોમાં ઈમિટેશનને લગતો વેપાર કરતો હોઉ ત્યાં પનવેલમાં નાઈટ રાઈડર ક્લબમાં આરોહી નામની છોકરી સાથે પરીચય થયો હતો. મારે ત્યાં અવાર-નવાર જવાનું થતું હોઈ અમારી વચ્ચે સારો પરિચય થઈ જતા અમે ક્લોઝ ફ્રેન્ડ થઈ ગયા હતા.

ખુશ્બુ મને બ્લેકમેલ કરતીઃ વેપારી

રાહુલે કહ્યું કે, આરોહી અને હું મુંબઈમાં અલગ અલગ જગ્યાએ ફરવા પણ જતાં હતાં. આરોહી સાથે તેની ફ્રેન્ડ ખુશ્બુ કે જે દિલ્હીની છે અને બેંગ્લોરમાં રહેતી હોઈ તેમજ મુંબઈમાં બિન્દાસ બારમાં બાર ગર્લ તરીકે કામ કરતી હોઈ તે પણ અમારી સાથે આવતી હતી. આરોહી રાજકોટ આવી ત્યારે તેની સાથે ખુશ્બુ પણ આવી હતી. ત્યારે જામનગર રોડની હેરીટેજ હોટલે અમે બધા ફરવા ગયા હતાં. આ પછી અમારી પાસે એકબીજાના મોબાઈલ નંબર આવી ગયા હતાં. ખુશ્બુનો નંબર પણ મારી પાસે હતો. તેણીએ 27/10/23ના રોજ મને ફોન કરી કહેલું કે તારા અને આરોહીના તમે સાથે હોવ તેવા ફોટા અને વીડિયો મારી પાસે છે. મેં તેને આ વીડિયો ફોટો તારી પાસે ક્યાંથી આવ્યા? તેમ પૂછતાં તેણે કહેલું કે આપણે ફરવા ગયા ત્યારે તારા ફોનમાંથી મેં ફોટા પાડી લીધા હતાં. આથી મેં તેને ફોટા વીડિયો ડિલીટ કરી દેવાનું કહેતાં તેણે કહેલું કે ડિલીટ કરવા હોય તો રૂ.4500 ટ્રાન્સફર કરજે. જેથી મેં તેને રૂપિયા મોકલી દીધા હતાં. 


વીડિયો-ફોટા મોકવાની આપી ધમકી

વેપારીએ જણાવ્યું કે, આ પછી તા. 1/11ના રોજ ફરીથી ખુશ્બુએ મને ફોન કરી તારા ફોટા-વીડિયો હજુ મારી પાસે છે, તારે મને 40 હજાર ટ્રાન્સફર કરવા પડશે તેમ કહેતાં મેં હવે રૂપિયા નથી તેમ જણાવતાં તેણે હું ફોટા-વીડિયો તારા ફેમિલીને મોકલી દઈશ તેવું કહ્યું હતું.  આ પછી મેં મારા ફઈના દિકરાના ખાતામાંથી ખુશ્બુના ખાતામાં 40 હજાર ટ્રાન્સફર કરાવ્યા હતાં. એ પછી 4/2/24ના રોજ ફરીથી ખુશ્બુએ ફોન કરી રૂપિયા માંગતા રાહુલ ડરી ગયો હોઈ પરિવારને ખબર પડી જશે તેવી બીકને કારણે રૂપિયા 6 હજાર ટ્રાન્સફર કરી દીધા હતાં. ત્યારબાદ 19/4ના રોજ ફરી તેણે ફોન કરી હવે 5 લાખ આપ નહિતર મારી પાસે એવા માણસો છે જે તને પતાવી દેશે. આ ધમકીથી ડરી જતાં અને આબરૂ જવાની બીક હોઈ કોઈને વાત ન કરી પંદર હજાર જેવી સગવડ કરી ગૂગલ પેથી ટ્રાન્સફર કર્યા હતાં. 

મારા સાળાને મોકલ્યા ફોટાઃ વેપારી

એ પછી માર્ચ મહિનામાં વ્હોટસએપ કોલ કરી ફરી પાંચ લાખ માંગી જો નહિ આપે તો ફોટા-વીડિયો તારા પરિવારને મોકલી દઈશ તેમ કહી અત્યારે જ પંદર હજાર મોકલ તેમ કહેતાં મેં ખુશ્બુને પંદર હજાર મોકલી દીધા હતાં. ત્યારબાદ 18/4ના રોજ ખુશ્બુએ મારા સાળાના ઇન્સ્ટાગ્રામ આઈડીમાં તેની સાથે મેસેજથી વાત કરી કહેલું કે- મુજે રાહુલ કે બારે મેં આપ સે કુછ બાત કરની હૈ, ફોન ઉઠાઓ...તેમ કહેતાં મારા સાળાએ ઇન્સ્ટાગ્રામમાં ફોન ઉપાડતાં ખુશ્બુએ વ્હોટ્સએપ નંબર માંગતા મારા સાળાએ આપતાં તેના વ્હોટ્સએપ કોલ થોડીવાર બાદ આવ્યો હતો. ટુ કોલર હોઈ તેમાં ક્રાઈમ બ્રાંચ લખેલુ દેખાયું હતું. જેમાંથી મારા અને આરોહીના સાથે ફરવા ગયેલા હોય તેવા ફોટા-વીડિયો મોકલાયા હતાં. તેમજ મારા સાળાએ મને આ વાતની જાણ કરી હતી. મારી પત્નીને પણ આ ફોટો-વીડિયો મોકલવા ખુશ્બુએ મારા સાળાને કહ્યું હતું.

95,500 પડાવી 5 લાખની કરી માંગ

આ પછી ખુશ્બુ વ્હોટ્સએપમાં ફરિયાદી અને તેની પત્નીને મેસેજ કરી ફોન કરી ધમકીઓ આપતી હતી. તેમાં ક્રાઇમ બ્રાંચ લખેલુ આવતું હોઈ હું ડરી ગયો હતો. આ રીતે ખુશ્બુ બ્લેકમેઈલ કરી મારી પાસેથી 95,500 પડાવી વધુ પાંચ લાખ માંગી સતત ધમકીઓ આપતી હોઈ અંતે મેં સાયબર ક્રાઈમ હેલ્પ લાઈન 1930માં જાણ કરી હતી અને ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

દિલ્હીથી ઝડપાઈ બાર ગર્લ

એસીપી જે.બી ગઢવીએ જણાવ્યું કે, ભક્તિનગર પોલીસની ટીમને આરોપી ખુશ્બુ દિલ્હી હોવાની જાણ થતાં ભક્તિનગર પોલીસની ટીમે દિલ્હી પહોંચીને બારગર્લને પોલીસે સકંજામાં લઈ વિશેષ તપાસ હાથ ધરી છે.

 
રિપોર્ટઃ રોનક મજીઠીયા, રાજકોટ

    follow whatsapp