બેખોફ કૌભાંડીઓઃ યુવતીની પરીક્ષા આપવા ડમી તરીકે યુવક બેઠો, પકડાયો અને પછી ભાગી પણ ગયો

રાજકોટઃ ગુજરાતમાં પરીક્ષાઓમાં ગેરરીતિના કિસ્સાઓ વધતા જઈ રહ્યા છે. જે ન માત્ર વિદ્યાર્થીઓ માટે પરંતુ તંત્ર માટે પણ ચિંતાનો વિષય હોવો જરૂરી છે. હાલમાં જ…

gujarattak
follow google news

રાજકોટઃ ગુજરાતમાં પરીક્ષાઓમાં ગેરરીતિના કિસ્સાઓ વધતા જઈ રહ્યા છે. જે ન માત્ર વિદ્યાર્થીઓ માટે પરંતુ તંત્ર માટે પણ ચિંતાનો વિષય હોવો જરૂરી છે. હાલમાં જ ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ડમી વિદ્યાર્થીઓ બેસાડવાની મોડસ ઓપરેન્ડી સાથે ડમી પરીક્ષાર્થીઓનો ભાંડો આપ નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા ફોડી નાખવામાં આવ્યો છે ત્યારે રાજકોટામં બી કોમના પેપરમાં ડમી વિદ્યાર્થી પરીક્ષા આપતો હોવાનું સામે આવ્યું છે. યુવતીની પરીક્ષા આપવા બેસેલો આ શખ્સ સ્ટાફની સતર્કતાથી ખુબ જ સરળતા સાથે પકડાઈ ગયો હતો. જોકે તે બાદમાં નજર ચુકવીને ભાગી પણ ગયો હતો.

કેવી રીતે પકડાયો
રાજોકટમાં ઉપલેટા ખાતેની યુનિવર્સિટીમાં હાલ બી. કોમ. સેમેસ્ટર છની પરીક્ષા ચાલી રહી છે. આ ફાઈનલ એક્ઝામ છે. જેમાં વિદ્યાર્થીઓ પરીક્ષાઓ આપવા બેઠા છે. ત્યારે ઉપલેટા મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ચાલી રહેલી પરીક્ષામાં એક ડમી પરીક્ષાર્થી પણ બિન્દાસ્ત આવીને બેસી ગયો હતો. જોકે પરીક્ષા દરમિયાન કરવામાં આવતી ચકાસણીમાં ડમી વિદ્યાર્થી પકડાઈ ગયો હતો.

સ્ટાફે પરીક્ષા શરૂ થાય તે પહેલા જ આ શખ્સને પકડી પાડ્યો હતો. કોલેજ સ્ટાફને ખબર પડતા જ કોલેજ દ્વારા કાર્યવાહી કરીને યુનિવર્સિટીને આ અંગે રિપોર્ટ મોકલવામાં આવ્યો છે. વિદ્યાર્થિની પાથલિયા ભૂમિકાની જગ્યાએ કરણ કુમાર જોગ નામનો વિદ્યાર્થી પરીક્ષા આપવા આવ્યો હતો. જોકે આ અંગે તપાસની કાર્યવાહી દરમિયાન તે શખ્સ પકડાઈ ગયો હતો.

કેવી રીતે ભાગી ગયોઃ જાણો પ્રિન્સિપાલે શું કહ્યું…

(ઈનપુટઃ નિલેશ શિશાંગિયા, રાજકોટ)

    follow whatsapp